Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જડેશ્વર વેલનાથ મફતીયા પરામાંથી કારમાંથી બીયરના ૯૬ ટીન સાથે ત્રણ શખ્‍સો પકડાયા

આજીડેમ પોલીસે ધર્મેશ જંજવાડીયા, વનરાજ ઉર્ફે જયરાજ અને જયેશની ધરપકડ

રાજકોટઃ તા.૪ ખોખડદળ નદીના પુલ પાસે જડેશ્વર વેલનાથ મફતીયાપરામાંથી આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોેડો પાડી કારમાંથી બીયરના ૯૬ ટીન સાથે ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ જડેશ્વર વેલનાથ મફતીયા પરામાંથી દારૂનો જથ્‍થો ભરેલી એક કાર પસાર થઇ હોવાથી આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ યશવંતભાઇ ભગત, કોન્‍સ કૃણાલસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ગોહિલને બાતમી મળતા જેડેશ્વર વેલનાથ મફતીયાપરામાં શેરી નં.૧માંથી જીજે.૩ બીવાય ૧૨૩૮ નંબરની કારને શંકાના આધારે રોકી તલાશી લેતા કારમાંથી રૂા. ૯૬૦૦ની કિંમતના બીયરના ૯૬ ટીન મળી આવતા જડેશ્વર વેલનાથ મફતીયા પરા શેરી નં.૧ના ધર્મેશ મનસુખભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૩), વનરાજ ઉર્ફે જયરાજ દનકુભાઇ ભોજક (ઉ.વ.૩૦) અને ચોટીલાના શાષાીનગરના જયેશ જેન્‍તીભાઇ સીતાપરા (ઉ.વ.૩૧) ને પકડી લઇ બીયરના ૯૬ ટીન, ત્રણ મોબાઇલ તથા કાર મળી રૂા. ૪,૨૪,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ.એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.જે.કે.ગઢવી, એ.એસ.આઇ. યશવંતભાઇ, હેડકોન્‍સ કૌશન્‍દ્રસિંહ, કોન્‍સ પ્રદિપસિંહ, કૃણાલસિંહ, જગદીશસિંહ તથા ભીખુભાઇ દ્વારા કરવામાં આવી હતી.

 

(3:40 pm IST)