Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વાહન ચોરીના ગુનામાં નાસ્‍તો ફરતો વિજય ઉર્ફે ટાઇગર પકડાયો

બી ડીવીઝનપોલીસે ભગવતીપરા પુલ પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા.૪: શહેરના ભગવતીપરા પુલ નીચેથી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં નાસ્‍તા ફરતા શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના  અલગ-અલગ વિસ્‍તારમાં નાસ્‍તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસકમિશનર શ્રી રાજુભાર્ગવ, જોઇન્‍ટ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર.ટેંલે સૂચના આપતા બી ડીવીઝન પોલીસ સમર્થકના પી.એસ.આઇ. એમ.એમ.જાડેજાની સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે વાહનચોરીના ગુનામાં નાસ્‍તો ફરતો શખ્‍સ ભગવતીપરામં હોવાથી એ.એસ.આઇ સલીમભાઇ માડમને બાતમી મળતા ભગવતીપરા પુલ નીચેથી વિજય ઉર્ફે ટાઇગર દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) (રહે.પારેવડી ચોક મહાત્‍મા ગાંધી પ્‍લોટ શેરી નં.૩) ને પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ.એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ ઓ.એસ.આઇ.એસ.એમ. માડમ, હેડકોન્‍સ, કે.કે. નિકોલા, એમ .સી. મકવાણા, પી.ડી.ખાંભરા, એમ.એમ.મલેક, એલ.એલ.હાડગડા, મિતેશભાઇ આડેસરા, વિશ્વજીતસિંહ ઝાલા, મહેશભાઇ ખાભલીયા અને નિલેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

 

(3:41 pm IST)