Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જામનગર કોર્પોરેશનમાં અધિકારી અને મહિલા કર્મચારી રંગરેલિયા મનાવતા ઝડપાઇ ગયા

અધિકારીને ખખડાવીને જવા દીધા : શહેરમાં ભારે ચર્ચા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪ :  મહાનગરપાલિકામાં રંગીન અધિકારી રંગરેલિયા મનાવતા હોય તેવું સામે આવ્‍યું છે અને આ મુદ્દો શહેરભરમાં ચકચારજનક રીતે ચર્ચાઈ રહ્યો છે.

જામનગર મહાનગર પાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ રંગરેલિયા મનાવતા સ્‍ટાફના હાથે પકડાઈ ગયાની ઘટનાએ મહાનગર પાલિકામાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવથી અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

બે દિવસ પહેલા મહાનગર પાલિકામાં આવેલી ખૂબજ વ્‍યસ્‍ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્‍બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો ત્‍યારે અન્‍ય બ્રાન્‍ચની મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્‍બરમાં જતા કઢંગી હાલતમાં રહેલા બંનેનો ભાંડાફોડ થયો હતો. આ ઘટનાક્રમને જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્‍યો હતો જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી અને આ ઘટનાથી અધિકારીઓ પણ દોડી આવ્‍યા હતા પરંતુ આમાં શું પગલા લેવા અને મહાપાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોય જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે. પરંતુ આ ઘટના ની ચોતરફ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

(4:06 pm IST)