Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ઉધાર માલની ખરીદી કરી આપેલ ચેક રિટર્ન થતા આરોપીને બે માસની સજાનો આદેશ વળતર ન ચુકવે તો આરોપીને વધુ એક માસની સજા

રાજકોટ તા.૪ : રાજકોટની કોર્ટ દ્વારા નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ હેઠળ આરોપી જયંતિલાલ બાબુભાઇ ખાનપરાને બે માસની સાદી કેદની સજા અને રૂા.૨૫,૩૦૫/-વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ અને વળતર ન ચુકવે તો વધારાની એક માસની સજા કોર્ટે ફરમાવેલ.

આ કેસની ટુંકમા વિગત એવી છે કે,ફરીયાદી યશ ઇન્‍ડસ્‍ટ્રીઝ પેઢીના પ્રોપરાઇટર લલીતભાઇ છગનભાઇ જાવીયા પાસેથી આરોપી જયંતિલાલ બાબુભાઇ ખાનપરાએ સંબંધના દાવે ઉધારમાં માલ ખરીદ કરેલ. ત્‍યારબાદ ફરીયાદીએ સદરહુ ઉધાર આપેલ માલની રકમની માંગણી કરતા આરોપી જયંતિલાલ બાબુભાઇ ખાનપરાએ તા.૦૭/૦૭/૨૦૧૭ ના રોજનો રૂા.૨૫,૩૦૫/- નો ચેક આપેલ. જે ચેક ‘‘એકસીડ એરેન્‍જમેન્‍ટ'' ના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ આરોપીને પોતાના વકીલ મારફત ડીમાન્‍ડ નોટીસ પાઠવેલ છતા નોટીસમાં જણાવેલ દિવસ -૧૫ ની અંદર ચેક મુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી લલીતભાઇ છગનભાઇ જાવીયાએ આરોપી જયંતિલાલ બાબુભાઇ ખાનપરા વિરૂધ્‍ધ રાજકોટની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્‍યારબાદ ફરીયાદ પક્ષના વકીલશ્રીએ કરેલ રજુઆત ધ્‍યાને લઇ રાજકોટના એડી ચીફ જ્‍યુડી. મેજીસ્‍ટ્રેટ એન.એચ વસવેલીયાએ આરોપી જયંતિલાલ બાબુભાઇ ખાનપરાને દોષિત ઠરાવી બે માસની કેદની સજા તથા રૂા.૨૫,૩૦૫/- વળતરની રકમ ફરીયાદીને ૬૦ દિવસની અંદર ચુકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ૬૦ દિવસની અંદર રકમ ન ચુકવે તો વધુ એક માસની  કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.આ કામમા ફરીયાદી લલીતભાઇ છગનભાઇ જાવીયા વતી વકીલ તરીકે શૈલેષ એમ. ભટ્ટ (એડવોકેટ એન્‍ડ નોટરી), ધર્મેન્‍દ્ર જે.ભટ્ટ, ચિરાગ એમ. કક્કડ, મહેન્‍દ્ર જે કક્કડ અને નિરજગીરી એમ. ગોસ્‍વામી રોકાયેલ હતા.

(4:17 pm IST)