Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ભિક્ષાવૃતિમાંથી ત્રણ બાળકો મુકત કરાવતી એન્‍ટી વુમન ટ્રાફીકીંગની ટીમ

રાજકોટ, તા. ૪ : શહેરના અલગ અલગ વિસ્‍તારમાં બાળકો દ્વારા થતી ભિક્ષાવૃતિ અટકાવવા માટે પોલીસ કમીશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમીશનર શ્રી ખુરશીદ અહેમદ, સીબીપી સુધીરકુમાર દેસાઇ, મહિલા સેલના એસસીપી આર. એસ. બારીઆની સુચનાથી મહિલા પોલીસની એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમે ત્રણ બાળકોને ભિક્ષાવૃતિની થતી પ્રવૃત્તિમાંથી મુકત કરાવ્‍યા હતાં.

એન્‍ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમ તેમજ સમાજ સુરક્ષાના કર્મચારી તેમજ સી-ટીમ દ્વારા શહેરના વિસ્‍તારોમાં બાળકો દ્વારા થતી ભિક્ષાવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં  હતા ત્‍યારે ત્રિકોણબાગ પાસેથી ત્રણ બાળકો ભિક્ષાવૃત્તિ કરતા મળી આવ્‍યા હતા ત્રણેય બાળકોને રેસ્‍કયુ કરી ચાઈલ્‍ડ વેલ્‍ફેર કમીટી સમક્ષ રજુ કરતા ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી દ્વારા બાળકોની યોગ્‍ય સાર સંભાળી માટે સ્‍પેશ્‍યલ હોમ ફોમ ગર્લ્‍સમાં  સોંપવામાં આવ્‍યા હતા અને આ બાળકોના વાલી વારસોની શોધખોળ આદરી છે. આ કામગીરી એએચટીયુ યુનિટના પીઆઇ એસ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ એઅસઆઇ હરપાલસિંહ ઝાલા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, હેડ કોન્‍સ. હરસુખભાઇ વાછાણી, તથા સમાજ સુરક્ષાના રોહતીભાઇ પીપળીયા અને ડબલ્‍યુપીસી રાજીબાનું શાહમદાર દ્વારા કરવામાં આવી હતી.

(4:17 pm IST)