Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

મનપા સંચાલીત હાઇસ્‍કુલનું ધો. ૧ર સામાન્‍ય પ્રવાહનું ઝળહળતુ પરિણામ

મેયર- સ્‍ટે. ચેરમેન -મ્‍યુ. કમિશ્નર અને શિક્ષણ સમિતિ ચેરમેને શુભેચ્‍છા પાઠવી : પી. એન્‍ડ ટી.વી. શેઠ હાઇસ્‍કુલનું ૭ર.રર અને સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલનું ૯પ ટકા રીઝલ્‍ટ

રાજકોટ, તા. ૪ : આજે રાજ્‍ય સરકારનાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્‍યું જેમાં મહાનગરપાલિકા સંચાલિત  પી.એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કુલ અને શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કુલનું ઝળહળતું પરિણામ આવતા મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને માધ્‍યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પણ વ્‍યક્‍ત કરી હતી.

મહાનગરપાલિકા સંચાલિત  પી.એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કુલનું ૭૨.૨૨ટકા તેમજ શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કુલનું ૯૫.૦૦ ટકા પરિણામ આવેલ છે.  પી.એન્‍ડ ટી.વી. શેઠ હાઈસ્‍કુલમાં ૫૪ વિદ્યાર્થીઓ અને શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં ૬૦ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટમાં ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને  શુભેચ્‍છા પાઠવી હતી.

(4:18 pm IST)