Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

' વંદે ગુજરાત : ૨૦ વર્ષનો સાથ, ર૦ વર્ષનો વિશ્વાસ" અંતર્ગત રાજકોટ જિલ્લા અમલીકરણ સમિતીની બેઠક યોજાશે

જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રદર્શન સહ મેળા બાબતે સોમવારે બેઠક મળશે

રાજકોટ: ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે તા. ૧૦ થી ૧૬ જૂન સુધી યોજાનાર "વંદે ગુજરાત : ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ" અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રદર્શન સહ મેળા બાબતે જિલ્લા અમલીકરણ સમિતીની બેઠક તા. ૬ જુનને સોમવારના રોજ બપોરે ૪-૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાશે, તેમ જિલ્લા અમલીકરણ સમિતીના સભ્ય સચિવની યાદીમાં જણાવાયું છે.

 

(9:57 pm IST)