Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજકોટ કેન્સર હોસ્પીટલનાં મેડીકલ ડાયરેકટર અને મેડીકલ ઓફીસરને કોરોનાની સારવાર ઘરે જ

અગાઉ આ હોસ્પીટલની ત્રણ નર્સનો રીપોર્ટ પોઝીટીવ આવતા ૧૬મી સુધી હોસ્પીટલ બંધ

રાજકોટ, તા., ૪: શહેરમાં હવે કોરોના સંક્રમણ પ્રસરી રહયુ઼ છે અને કેન્સર હોસ્પીટલમાં પણ કોરોના પહોંચી ગયો છે. ત્યારે હોસ્પીટલના મુખ્ય તબીબ એવા મેડીકલ ડાયરેકટર શ્રી ગુપ્તા અને મેડીકલ ઓફીસર ડો.જોશી પણ કોરોના સંક્રમીત થયા હતા.

હવે ઉકત બંન્ને ડોકટરો હોમ આઇસોલેટેડ રહી ઘરે જ રહી પોતાની સારવાર કરી રહયા છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ કેન્સર હોસ્પીટલની ત્રણ નર્સને કોરોના સંક્રમણ થયા બાદ આ બંન્ને ડોકટરો ૧૬ ઓગષ્ટ સુધી બંધ રાખી અને સેનીટાઇઝ સહીતની સુરક્ષાના પગલા લેવાયા હતા.

(1:04 pm IST)