Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આજી ઉપર ફ્રન્ટનું કામ ઝડપી બનાવવા તાકીદ : ઉદિત અગ્રવાલની સ્થળ મુલાકાત

નદીમાં ઠલવાતાં ગંદા પાણીનાં નિકાલ માટેની ઇન્ટર સેપ્ટર પાઇપલાઇનનું કામ યુદ્ધનાં ધોરણે પૂર્ણ કરવા ઇજનેરોને સુચનાં

રાજકોટ,તા. ૪ : હાલ કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પગલાંઓ આવી રહયા છે અને તંત્ર દિવસ રાત જોયા વગર આ મહામારી સામે કાર્ય કરી રહયા છે ત્યારે તેની સાથોસાથ શહેરમાં ચાલી રહેલા અન્ય વિકાસ કાર્યો પણ ઝડપભેર પરિપૂર્ણ થતા રહે તે માટે પણ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સતત ચિંતીતિ રહી અધિકારીઓ કાર્યની પ્રગતિની સમીક્ષા કરે છે. અજેના ભાગરૂપે આજે તા.૪-૫-૨૦૨૦ના રોજ મ્યુનિ. કમિશનરશ્રીએ આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત આજી નદીમાં બંને કાઠે થઇ રહેલી ઇન્ટરસેપ્ટર લાઈન બીછાવવાની કામગીરીની સમીક્ષા કરવા સ્થળ મુલાકાત કરી હતી. આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા કમિશનરશ્રીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી. આજી રિવર ફ્રન્ટના આ કાર્યની સાથોસાથ કમિશનરશ્રીએ સરકારશ્રી 'અમૃત' યોજના હેઠળ થઇ રહેલી પોપટપરા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની મશીનરી અપગ્રેડ કરવાની હાલ ચાલી રહેલી કામગીરી પણ નિહાળી હતી અને સમયસર કામ પૂર્ણ થાય તે સુનિશ્યિત કરવા વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપી હતી.

વિશેષમાં આજે વહેલે સવારથી જ કોરોના મહામારી અંતર્ગત થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા વહેલી સવારે ૮.૦૦ વાગ્યે વોર્ડ પ્રભારીશ્રીઓ, હેલ્થ સેન્ટરોના મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજી વોર્ડ વાઈઝ અને હેલ્થ સેન્ટર વાઈઝ કામોની સમીક્ષા કર્યા બાદ તુર્ત જ મ્યુનિ. કમિશનરશ્રીએ શહેરના વિવિધ પ્રોજેકટના હાલ ચાલુ કામોની સમીક્ષા કરવા માટે સાઈટ વિઝિટ શરૂ કરી હતી. જેમાં આજે તેઓએ માધાપર ખાતે કાર્યરત્ત્। સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેમ્પસની વિઝિટ લઇ ત્યાં ૮૦ એમ.એલ.ડી. અને ૪૪.૫ એમ.એલ.ડી. ક્ષમતાના બે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય નિહાળ્યું હતું. ૮૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવી ટેકનોલોજી આધારિત કામ કરે છે. કમિશનરશ્રીએ નવી અને જુની ટેકનોલોજી આધારિત બંને ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. ઉપરાંત અધિકારીઓ પાસેથી બંને પ્લાન્ટની કાર્ય ક્ષમતાની જાણકારી પણ મેળવી હતી.

કમિશનરશ્રીની સાઈટ વિઝિટ દરમ્યાન સિટી એન્જી. શ્રી એચ.યુ. દોઢિયા, ઇન્ચાર્જ સિટી એન્જી. શ્રી કે.એસ.ગોહેલ. , પી.એ.(ટેક)ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, ડેપ્યુટી એકઝી. એન્જી. શ્રી એચ.એન.શેઠ, શ્રી આઈ. યુ. વસાવા અને શ્રી એ.જી.પરમાર વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતાં.

(3:45 pm IST)