Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

હુડકો ચોકડી પાસેથી આશીફ અને મિલન ચોરાઉ એકટીવા સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

બંને પાસેથી શંકાસ્‍પદ એકટીવા અને બાઇક પણ મળ્‍યા

રાજકોટ,તા. ૫ : કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બે શખ્‍સોને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધા હતા. બંને પાસેથી વધુ શંકાસ્‍પદ એકટીવા અને બાઇક મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર બે શખ્‍સો ચોરાઉ એકટીવા સાથે ઉભા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. કુલદીપસિંહ જાડેજાએ બાતમી મળતા હુડકો ચોકડી પાસેથી આશીફ મજીદભાઇ ધાનાણી (ઉવ.૩૨) (રહે. જંગલેશ્વર પાસે અંકુર સોસાયટી શેરી નં. ૬) અને મિલન જીગરઅલીભાઇ પંજવાણી (ઉ.વ.૨૪) (રહે. ગાંધીગ્રામ શ્‍યામનગર-૧)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધા હતા બંનેએ આ એકટીવા ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ચોરી કર્યાનું ખુલ્‍યુ હતું. પોલીસ તપાસ દરમ્‍યાન આ બંને પાસેથી શંકાસ્‍પદ એક એકટીવા અને એક મોટરસાયકલ મળી આવતા આ બંને ટુ-વ્‍હીલર ચોરાઉ છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્‍દ્રસિંહ જાલા, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા તથા વિજયભાઇ મેતા દ્વારા કરવામાં આવી હતી.

(3:45 pm IST)