Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સિવિલ હોસ્પિટલ અને બે ખાનગી હોસ્પિટલમાં આગ ભભૂકીઃ સ્ટાફ અને ફાયર બ્રિગેડની દોડધામ

મોકડ્રીલ હોવાનું જાહેર થયું: ત્રણેય સ્થળોએ ફાયર બ્રિગેડના જવાનો સમયસર પહોંચી ગયા

રાજકોટઃ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં આગની ઘટના બને તો ફરજ પરનો સ્ટાફ કેટલો સજાગ છે, હોસ્પિટલમાં હાજર આગ બુઝાવવાના સાધનોનો કઇ રીતે, કેટલો ઝડપથી ઉપયોગ કરી શકે છે? એ ચકાસવા તેમજ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાયટર સાથે કેટલા સમયમાં જે તે આગના સ્થળે પહોંચે છે એ ચકાસવા અવાર-નવાર મોકડ્રીલ યોજવામાં આવે છે. તે મુજબ આજે સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૦ ખાતે તથા જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસેની યુનિકેર હોસ્પિટલ ખાતે તથા કોઠારીયા રોડ પર નક્ષકિરણ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. સિવિલના વોર્ડ નં. ૧૦માં આગથી નાસભાગ મચી ગઇ હતી. સ્ટાફે અને ફાયર બ્રિગેડ જવાનોએ અંદર ફસાયેલા દર્દીઓને બચાવી લીધા હતાં. આ જ રીતે અન્ય બે હોસ્પિટલમાં પણ સમયસર ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ હતી.મુખ્ય ફાયર સ્ટેશન, રેલનગર અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનના સ્ટાફે આ કામગીરી કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:42 pm IST)