Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મેટોડા પ્રાથમિક શાળાનો નવતર પ્રવેશોત્સવ

આચાર્યા અને શિક્ષકોએ ઘરે ઘરે જઇ પહેલા ધોરણના બાળકોને આવકાર્યા

કુમકુમ તિલક કરી શિક્ષણ માટે ઉપયોગી કિટ આપી

રાજકોટ તા. ૬:  દર વર્ષે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણના બાળકોને પ્રવેશોત્સવ દ્વારા અનેરા ઉમળકાથી આવકારવામા આવે છે. હાલના સમયમાં કોરોનાને કારણે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હોઇ શિક્ષકો બાળકોને ઓનલાઇન તેમજ ફળિયા શિક્ષણ દ્વારા ભણાવી રહ્યા છે. નાના ભૂલકાઓ અજાણી પરિસ્થતિ  કે શાળાથી ડરે નહી આત્મીયતા કેળવાય તેમજ વાલીઓ અને ભૂલકાઓ શાળા તથા શિક્ષણ પ્રત્યે રસ રૂચી કેળવે તે માટે  પડધરી તાલુકાની શ્રી મેટોડા પ્રા. શાળાએ નવતર અભિગમ અપનાવી શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ઘરે ઘરે જઇ કુમકુમ તિલક કરી શિક્ષણ માટે ઉપયોગી કિટ આપી નવતર રીતે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. મેટોડા-પ્રા. શાળાના આચાર્યાશ્રી રાજકોટના અમીનાબેન સમા અને સમગ્ર સ્ટાફે ઉત્સાહ પુર્વક બાળકોને ઘરે ઘરે જઇ આવકાર્યા હતાં.

(1:42 pm IST)