Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કુવાડવાની સગીરાનું અપહરણ કરનાર રવિ અબોટી પકડાયો

કુવાડવા પોલીસે નવા ગામના શખ્સને ચોટીલાથી દબોચ્યો : અપહ્રત સગીરાને મુકત કરાવી

રાજકોટ,તા. : કુવાડવા વિસ્તારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરનાર નવાગામ મફતીયાપરાના શખ્સને કુવાડવા રોડ પોલીસે ચોટીલાથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સગીરાના અપહરણ તથા ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા તેમજ અપહરણના ગુનાઓમાં આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા કુવાડવા રોડ પોલીસ મથકમાં પીઆઇ એન.એન.ચુડાસમા તથા હેડ કોન્સ. હિતેષભાઇ ગઢવી તથા કોન્સ. હરેશભાઇ સારદીયાને સગીરાના અપહરણના ગુનાની તપાસમાં હતા. ત્યારે બાતમીના આધારે ચોટીલાથી રવિ જયેશભાઇ અબોટી (ઉવ. ૨૧) (રહે. નવાગામ મફતીયાપરા)ને પકડી લઇ અપહત સગીરાને મુકત કરાવી હતી.

(3:08 pm IST)