Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કાકા-ભત્રીજીનો ભોગ લઇ ભાગેલા વાહનને શોધવા મદદરૂપ થવા અનુરોધ

એ રાત્રે હિટ એન્ડ રનની ઘટના વખતે બીજા ઘણા વાહનો હતાં: કોઇ પાસે અકસ્માત સર્જનાર વાહનના નંબરો હોય તો જાણ કરવી

રાજકોટ તા. ૬: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ પાસે ગત ૨૨-૨૩ની રાત્રીના દોઢેક વાગ્યે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં આજીડેમ ચોકડી પાસે અને ગંજીવાડામાં રહેતાં મિંયાત્રા (આહિરા હજામ) પરિવારના ચાર સભ્યોને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ચોટીલા જેને પગે લગાવડવાની માનતા હતી વર્ષની બાળકી નવ્યા વિક્રમભાઇ મિયાત્રા અને તેણીના કાકા રવિ હસમુખભાઇ મિંયાત્રા (..૨૩)ના ગંભીર ઇજા થતાં મોત નિપજ્યા હતાં. બાળકીના મમ્મી પાયલબેન અને પપ્પા વિક્રમભાઇનો ઇજા સાથે બચાવ થયો હતો. પગપાળા ચોટીલા દર્શન કરવા જતી વખતે 'હિટ એન્ડ રન'ની ઘટના બની હતીપોલીસ ઘટનામાં બબ્બે જીવ હણીને ભાગી ગયેલા વાહન ચાલકને શોધી રહી છે. પ્રાથમિક તપાસમાં ટેન્કર જેવું વાહન હોવાની વિગતો મળી છે. ત્યારે મૃતક બાળકીના પિતા અને મૃતક યુવાનના ભાઇ વિક્રમભાઇ મિયાત્રાએ અનુરોધ કર્યો છે કે અકસ્માત વખતે બીજા પણ અનેક વાહનો હતાં. જે પેકી કોઇએ પણ અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનના નંબર નોંધ્યા હોય કે વિડીયો, ફોટા લીધા હોય તો પોલીસને અથવા વિક્રમભાઇ (મો. ૮૧૪૦૦ ૭૦૧૩૮) ઉપર જાણ કરી મદદરૂપ બનવા અનુરોધ કરાયો છે.

(3:09 pm IST)