Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રફાળા ગામની ખેતીની જમીન પચાવી પાડવા અંગે જીલ્લા કલેકટરને ફરિયાદ

રાજકોટ, તા. :. રફાળા ગામની હેકટર ખેતીની જમીન પચાવી પાડતા જીલ્લા કલેકટર શ્રી સમક્ષ અરજી કરીને ગુનો નોંધવા ફરીયાદ કરેલ છે.

રાજકોટના રહેવાસી ફરીયાદી સવજીભાઈ બાબુભાઈ સોજીત્રા (પટેલ)ની ખેતી જમીન રાજકોટ જિલ્લા રાજકોટ તાલુકાના રફાળા ગામમાં ખેતીની જમીન જેના રેવન્યુ સર્વે ૧૪૧ પૈકી પોપટભાઈ ઘુસાભાઈ સોજીત્રાના નામથી આવેલ હતી. જે ખેતીની જમીન ફરીયાદીના દાદાએ રજીસ્ટર વેચાણ-દસ્તાવેજ નં. ૩૨૦ તા. ૧૮--૬૨થી એકર જમીન ખરીદ કરેલ છે. જમીનમાં નવી માપણી વર્ષ ૧૯૬૪માં થયેલ છે અને નવા સર્વે નં. ૪૮ પૈકી આપવામાં આવેલ છે અને ત્યાર બાદ ફરીયાદીના દાદ પોપટભાઈ ઘુસાભાઈનું વર્ષ ૨૦૧૦માં દુઃખદ અવસાન થતા ત્યાર બાદ પોપટભાઈ ઘુસાભાઈ સોજીત્રાના સીધી લીટીના વારસદારોએ () રાજાભાઈ પોપટભાઈ સોજીત્રા ૪૮ પૈકી પૈકી ૧૦-૪૦-૪૭ ખાતા નં. ૬૯૩ તથા () બાબુભાઈ પોપટભાઈ સોજીત્રા ૪૮ પૈકી પૈકી -૨૧-૪૧ ખાતા નં. ૬૯૪ ખાતા એમ બે ખાતા અલગ કરેલ છે તેમ કુલ ( એકર) જમીન વારસાઈ રૂએ ફરીયાદીને આવેલ છે.

તમામ દસ્તાવેજી પુરાવા ફરીયાદી નામના હોવા છતા જમીન ઉપર પાછલા આશરે ૨૦ વર્ષ જેવા સમયથી () રમેશભાઈ રત્નાભાઈ કાકડીયા () જીતેશભાઈ રમેશભાઈ કાકડીયા () ઈન્દુમતી રમેશભાઈ કાકડીયા () પરેશભાઈ રમેશભાઈ કાકડીયા રહે. નિલકંઠ પાર્કની પાછળ, મેહુલનગર શે. નં. , સંગમ પાનવાળી શેરી, હનુમાનજીના મંદિરની સામે, રાજકોટવાળા બીનકાયદેસર રીતે જમીન પર કબ્જો ભોગવટો જમાવેલ છે અને જમીન પચાવી પાડી ફરીયાદીને ખેતી કરવા કે જમીનમાં પ્રવેશ કરવા દેતા નથી જો પ્રવેશ કરીએ તો જાનથી મારી નાખવાની ધમકી મારે છે, કબ્જો ખાલી કરવાના બહાને લાખો રૂપિયા પડાવવા માંગે છે અને જમીન ઉપર ગેરકાયદેસર રીતે () રમેશભાઈ રત્નાભાઈ કાકડીયા () જીતેશભાઈ રમેશભાઈ કાકડીયા () ઈન્દુમતી રમેશભાઈ કાકડીયા () પરેશભાઈ રમેશભાઈ કાકડીયા () ચુનીલાલ વશરામભાઈ સોજીત્રાએ કબ્જો જમાવેલ હોય, તેથી ફરીયાદી રાજકોટ જીલ્લાના કલેકટર શ્રી સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધીત કાયદાની કલમ (), (), - તથા આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૬() ૧૨૦-બી મુજબ ગુનો નોંધવા તેમજ આરોપીને પકડી બોલાવીને જેલમાં બેસાડવા હુકમ કરવા અરજ ગુજારેલ છે.

આ કેસમાં ફરીયાદી સવજીભાઈ બાબુભાઈ સોજીત્રા (પટેલ) વતી એડવોકેટ શ્રી સંજયભાઈ એચ. પંડયા તથા મનિષભાઈ એચ. પંડયા, ઈરશાદ શેરસીયા, વનરાજસિંહ જાડેજા રોકાયેલ છે.

(3:10 pm IST)