Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

હોસ્પિટલ ચોક થી કેસરી પુલ સુધીનો રસ્તો બંધ થતા જ સવારે ભયંકર ટ્રાફિમ જામ

ફકત ટુ વ્હીલર-થ્રી વ્હીલર બેડીનાકાથી શહેરમાં પ્રવેશી શકશે : મોચીબજારથી રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે

આજથી હોસ્પિટલ ચોક થી કેસરી પુલ સુધીનો રસ્તો બંધ કરી દેવાતાં આઇ.પી. મીશન સ્કુલ પાસે, જયુબેલી બાગ રોડ, રેલ્વે સ્ટેશન રોડ વગેરે સ્થળે ચારેય બાજુ ભયંકર ટ્રાફિક નામ સર્જાયો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ,તા.૬: આજથી હોસ્પિટલ ચોકથી કેસરી પુલ સુધીનો રસ્તો બંધ થતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેની અસર સમગ્ર શહેરમાં રસ્તાઓ પર જોવા મળી હતી.

હાલમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફલાય ઓવરબ્રિજ બનાવવાના કામે પોલીસ કમિશ્નર દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકથી મોસલી લાઇન સુધી વાહનોની અવર – જવર બંધ કરવા માટે જાહેરનામું તા.૧૮ માર્ચના રોજ બહાર પાડેલ છે જે અન્વયે અગાઉ ફકત સિવિલ હોસ્પિટલ ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક સુધી રસ્તો વાહનોની અવર – જવર બંધ કરવામાં આવેલ. પરંતુ હવે ખટારા સ્ટેન્ડ ચોકથી મોસલી લાઇન સુધી બ્રિજના પીઅરનું તથા વોલનાં કામે ખોદાણ કામ ચાલુ કરવાનું હોય, સિવિલ હોસ્પિટલ ચોકથી કેસર–એ–હિન્દ બ્રિજ સુધી રસ્તો આજે મંગળવાર (તા.૦૬ જુન) થી વાહનોની અવર – જવર બંધ થવા જઇ રહ્યો છે. આ બે કે  કેસર – એ – હિંદ બ્રિજ તથા પારેવડી ચોક તરફથી સિવિલ હોસ્પિટલ તરફ આવતા વાહનો (ફકત ટુ વ્હીલર,થ્રી વ્હીલર)ને અમદાવાદ રોડ પર બેડીનાકા, લોહાણાપરા મેઇન રોડ થઇ મોચીબજાર ચોક થઇ સિવિલ હોસ્પિટલ ચોક થઇને ચૌધરી હાઇસ્કુલ તરફના રોડ તરફ જઇ શકશે તથા મોચીબજાર ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક થઇ રેલ્વે સ્ટેશન મેઇન રોડ થઇને જામટાવર ચોક થઇ કલેકટર કચેરી થઇને જયુબીલી બાગ તરફ અવર – જવર કરી શકાશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મ.ન.પા.તંત્રની યાદીમાં જણાવાયુ છે.

(3:10 pm IST)