Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મણીનગરના એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ મહિલાઓ સહિત ૯ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડો : ૫૧ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. : દોઢ સો ફૂટ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ મણીનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા મહિલા સંચાલીત જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ મહિલાઓ સહિત નવ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર આવેલી સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ મણીનગરમાં આવેલ પ્રેસીયસ ગોલ્ડ નામના એપાર્ટમેન્ટમાં એક મહિલા જુગારધામ ચલાવતી હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા અને કોન્સ. બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા પ્રેસીયસ ગોલ્ડ એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. ૪૦૧માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ફલેટ માલીક સ્મિતાબેન હરેશભાઇ ભીમજીયાણી, જંકશન પ્લોટ શ્રીજી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫૦૧ના કલ્પનાબેન નિર્મળભાઇ સોમૈયા, કેવડાવાડી શેરી નં. ૧૦ના આરતીબેન શાંતિલાલભાઇ રાયચુરા, કોઠારીયા ગામના પ્રભાબેન રસીકભાઇ ગણોદીયા, રણછોડનગર શેરી નં. ૧૦ના ગીતાબેન નિતીનભાઇ જોબનપુત્રા, કુવાડવા રોડ આશ્રમ પાસે મારૂતિનગરના ભાવનાબેન દિનેશભાઇ પીઠડીયા, દોઢસો ફૂટ રોડ ઉમીયા ચોક કાવ્યા પેલેસ એપાર્ટમેન્ટના ભાવનાબેન ઇલેશભાઇ ગોહેલ, કેવડાવાડી શેરી નં. ૧૦ના દિપા શાંતિલાલભાઇ રાયચુરા તથા કોઠારિયા મેઇન રોડ ગોકુલ પાર્ક શેરી નં. ૨ બ્લોક નં. ૧૯ના ભરત ખીમજીભાઇ સાકરીયાને પકડી લઇ રૂ. ૫૧,૪૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, બલભદ્રસિંહ, રાવતભાઇ, બ્રિજરાજસિંહ તથા જ્યોતિબેન લશ્કરી દ્વારા કરવામાં આવી હતી.

(3:11 pm IST)