Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સોરઠીયાવાડી બગીચા પાસેથી મનોજ ચોરાઉ બાઇક સાથે પકડાયો : વધુ બે બાઇક કબ્જે

વીસ દિવસમાં ત્રણ બાઇક ચોરી કરી અટીકામાં કારખાના પાછળ છૂપાવ્યા'તા : સાગરીત મનિષ ઘેલાણીની શોધખોળ

રાજકોટ તા. : સોરઠીયા વાડી બગીચા પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડયા બાદ પોલીસે તેની પાસેથી વધુ બે ચોરાઉ બાઇક કબ્જે કર્યા હતા.

મળતી વિગત મુજબ સોરઠીયા વાડી સર્કલ બગીચા પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ, વાલજીભાઇ અને દિવ્યરાજસિંહને મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેળ પીએસઆઇ આર.જે.કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, હિરેનભાઇ પરમાર, કોન્સ વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, મનીષભાઇ શીરોડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને રાજેશભાઇ ગઢવી સહિતે દરોડો પાડી મનોજ કાનજીભાઇ રામાણી (.૫૦) (રહે. હાલ વરદાન મશીન ટુલ્સ કારખાનામાં છનીયારા એસ્ટેટ શેરી નં. અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા મૂળ ૧૫૦ ફુટ રોડ વંદના સોસાયટી)ને પકડી લીધો હતો. પૂછપરછમાં તેણે વધુ બે બાઇક ચોર્યાની કબુલાત આપતા પોલીસે અટીકામાં કારખાનાની પાછળ છૂપાવેલ વધુ બે બાઇક કબ્જે કર્યા હતા.

આ ત્રણેય બાઇક તેણે વીસ દિવસમાં ચોરી કર્યાની અને તેમાં મનીષ રાઘવભાઇ ઘેલાણી (રહે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા મૂળ રાજગઢ તા. કોટડાસાંગાણી) પણ સામેલ હોવાની કેફીયત આપતા મનિષની શોધખોળ હાથ ધરી છે.

(3:12 pm IST)