Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ગામ નમુના નં. ૬-૭/૧ર તથા ખરીદ-વેચાણ દસ્તાવેજને ૯મી સુધીમાં ઓનલાઇન અપલોડ લોક કરવા આદેશો

કુલ ૭ લાખ ૯૮ હજારમાંથી સવા ત્રણ લાખ દસ્તાવેજો અપલોડ કરી લોક કરી દેવાયા... : ર૦૦૪ થી ર૦૧૭ સુધી કામગીરી બાકીઃ ૧૯પ૧ થી ર૦ર૧ સુધીમાં કુલ ૧૬ લાખ દસ્તાવેજો-૮૦ લાખ નોંધ

રાજકોટ તા. :.. તાજેતરની આર. . મીટીંગમાં કલેકટરે જીલ્લા લેવલે ઓનલાઇન અપલોડ કામગીરી અને લોક કરવાની કામગીરીની વિગતો જાણી હતી, ર૦૦૪ થી ર૦૧૭ સુધીમાં -ધરામાં જીલ્લા લેવલે ગામ નમુના નં. , /૧ર, તથા જે તે જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજો તેની નોંધ સહિતની ડોકયુમેન્ટ કામગીરી અપલોડ કરવાની બાકી હતી, જે પછી તેનો કોન્ટ્રાકટ ગુજરાતની દેવ કંપનીને અપાયો હતો, દોઢ વર્ષ કોરોના કાળ રહેતા કામગીરી ઢીલી પડી હતી, પછી આર. . મીટીંગમાં બહાર આવ્યું હતું કે ર૦૦૪ થી ર૦૧૭ સુધીમાં કુલ લાખ ૯૮ હજાર વિવિધ ડોકયુમેન્ટ અપલોડ કરવાના બાકી હતા, તેમાંથી સવા ત્રણ લાખ જેવા થયા છે, અને તેને લોક કરી દેવાયા છે, હવે બાકી રહેતા થી ૪ાા લાખ ડોકયુમેન્ટને તા. સુધીમાં અપલોડ કરી લોક કરી દેવા કલેકટરે આદેશો કર્યા છે, અને તેનો રીપોર્ટ કરવા પણ સુચના આપી છે, જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં લાખ ૩૬ હજાર જેવા થવા જાય છે, કલેકટરના આદેશથી દરેક મામલતદારો હાલ ધંધે લાગી ગયા છે, અત્રે નોંધનીય છે કે ૧૯પ૧ થી ર૦ર૧ સુધીમાં કુલ ૧૬ લાખ દસ્તાવેજો - ડોકયુમેન્ટો અને ૮૦ લાખ જેવી નોંધો નોંધાયેલી છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટના ઝોન-૧ માં જુના રાજકોટ વિસ્તાર, ઝોન-ર માં રેલનગર-મોરબી રોડ, રણછોડનગર, લાતી પ્લોટ, સામાકાંઠો વિસ્તાર, ઝોન-૩ માં કાશી વિશ્વનાથ પ્લોટ, સદર બજાર, ફુલછાબ ચોક વિસ્તાર, ઝોન-પ માં યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, ઝોનમાં ૬ માં મવડી, ઝોન-૭ માં કોઠારીયા અને ઝોન-૮ માં રાજકોટનો ગ્રામ્ય તથા રૂડા વિસ્તારનો સમાવેશ થાય છે.

(3:12 pm IST)