Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કોરોનાકાળમાં સેવા આપનાર માનવતાના પૂજારીઓનો ઋણ સ્વીકારઃ સન્માન

ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ઓકસીજન સીલીન્ડરની સેવા, જરૂરીયાતમંદ દર્દીઓના રિપોર્ટ પણ નિઃશુલ્ક કરાવી આપ્યા

રાજકોટઃ ફ્રિડમ યુવા ગ્રુપ- રાજકોટ દ્વારા કોરોનાની પ્રથમ લહેર તથા દેશવ્યાપી લોકડાઉન સમયે મધ્યમવર્ગીય પરિવારોની આવક બંધ થઈ આવા કપરા સમયે સતત ત્રણ મહીના સુધી ૮૦૦ થી વધારે પરિવારોને રાશન કીટ પૂરી પાડેલ હતી, તેવી રીતે તાજેતરમાં આવેલ ભયાનક કોરોનાની દ્વિતીય લહેર સમયે જયારે રાજકોટ મદદ માટે પોકારી રહ્યુ હતુ અને રંગીલુ કહેવાતુ રાજકોટ રોગીલુ થઈ ગયેલ હતુ, હોસ્પિટલમાં બેડ હતા ત્યારે ફરજીયાત હોમ આઈસોલેટ થયેલ દર્દીઓનાં તૂટતા શ્વાસ બચાવવા ફ્રિડમ યુવા ગ્રુપની ટીમ ૨૪* રાત- દિવસ જોયા વગર ઓકસીજન સીલીન્ડર, ફલોમીટર કીટ નિઃશુલ્ક વપરાશ માટે આપી સેંકડો દર્દીઓના જીવને બચાવવા દાતાઓના સહયોગથી સેવાયજ્ઞ ચલાવેલ હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ઓકસીજન સીલીન્ડરની સેવા ઉપરાંત જરૂરતમંદ દર્દીઓને કોરોના અંગેનાં સીટી સ્કેન સહીતના રીપોર્ટ પણ નિઃશુલ્ક કરાવી આપવામાં આવ્યા હતા.

કોરોનાની દ્વિતીય લહેરમાં તન- મન અને ધનથી કોઈપણ રીતે રાજકોટીયન્સને મદદરૂપ થયા તેવા મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું, જેમાં આર.સી.સી. બેન્કમાં શ્રી પૂરૂષોતમભાઈ પીપળીયા, ધરતી કો.ઓપ.બેંકના શ્રી રાજુભાઈ ભંડેરી, રાજકોટ નાગરીક બેંકના શ્રી નલીનભાઈ વસા, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનનાં શ્રી યશભાઈ રાઠોડ, શાપર- વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન શ્રી રમેશભાઈ ટીલાળા, એલ.આઈ.સીઇ. એમ્પ્લોઈઝ યુનીયન, હેમાક્ષીબેન ઘોડાદરા, અપૂર્વભાઈ મણીયાર, બીપીનભાઈ પલાણ, અપના બજાર વીનુભાઈ ઉદાણી, તુષારભાઈ પટેલ, પંકજભાઈ ચગ, કિરીટભાઈ  પટેલ, કિશોરભાઈ કોટેચા, સાવનભાઈ ભાડલીયા, એસ.કે. પાંભર સ્કુલ, ભાવેશભાઈ, સ્વ.શ્રી નરેન્દ્રભાઈ પારેખ પરિવાર, ધવલ બખાઈ, મશીન ટુલ્સ મેન્યુફેકચર્સ એસોસીએશનનાં શ્રી યોગીનભાઈ છનીયારા, હિમાંશુભાઈ જાટકીયા, અનસુયાબેન ચાવડા, મૌલેશભાઈ ઉકાણી સહિતના ૧૦૮ મહાનુભાવો, દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓ અને સેવકોનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક અને માર્ગદર્શક ભાગ્યેશ વોરા (મો.૯૪૨૭૭ ૩૦૪૬૨)ની રાહબરીમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, રસીકભાઈ મોરઘરા, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહીત, નિમેશ કેસરીયા, રસીકભાઈ મોરઘરા, અલ્પેશ ગોહેલ, નીતિન જરીયા, દિલજીત ચૌહાણ, સંજય ચૌહાણ, જય દૂધૈયા, જય આહીર, હર્ષદ ચોકસી, રાજન સુરૂ, જે.પી.ફુલારા, ધવલ પડીઆ, હિતેષભાઈ કોઠારી, વિશાલ અનડકટ, જીજ્ઞેશ આહીર, મેહુલ વોરા, નીપૂલ કોઠારી, મીલન વોરા, અર્થ વોરા, સમીલ કોઠારી સહીતનાઓએ સફળ બનાવવા જહમત ઉઠાવી હતી.

(3:13 pm IST)