Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાજકોટમાં નવા ભેળવેલા ગામોનાં ૬ હજાર કુતરાઓના ખસીકરણ - રસીકરણની ઝુંબેશ

માધાપર-મુજંકા, ધંટેશ્વર, મોટામવા વિસ્તારમાં કુતરાઓ પર લગામ કસતી મહાપાલિકા

રાજકોટ,તા.૬: રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં તાજેતરમાં ભળેલા પાંચ ગામોનાં હજાર કુતરાઓનાં ખસીકરણ - રસીકરણની કામગીરી ..પા. તંત્ર દ્વારા પુરજોશમાં  ચાલી રહી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શ્વાનોની વસ્તી નિયંત્રણમાં લાવવા મ.ન.પા તંત્ર દ્વારા શહેરનાં તમામ શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ માટે બે વર્ષનો ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ એજન્સી દ્વારા એક વર્ષમાં ૧૫ હજારથી વધુ શ્વાનોનું ખસીકરણ કરવામાં આવે છે. એક સર્વે મુજબ હાલ શહેરમાં ૩૩ હજાર કુતરાઓ છે. તાજેતરમાં મ્યુ.કોર્પોરેશનમાં ભળેલા માધાપર-મુંજકા, ઘંટેશ્વર, મોટામવા સહિતનાં વિસ્તારોમાં રહેલા અંદાજે ૬ હજાર કુતરાઓનાં ખસીકરણ-રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે.

(3:13 pm IST)