Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રોટરી કલબ ઓફ રાજકોટનો ઇન્સ્ટોલેશન સમારોહ

નવા પ્રેસીડેન્ટ પદે પરેશ બાબરીયા અને સેક્રેટરી પદે નિખિલ ઉચાટની વરણી

રાજકોટ : વિશ્વભરમાં સેવાકીય પ્રવૃત્તિ ચલાવતી રોટરી કલબ દ્વારા દર વર્ષે પ્રેસીડેન્ટ, સેક્રેટરી સહીતના બોર્ડ મેમ્બર્સની નિમણુંક કરવામાં આવે છે. તેમની શપથવિધી માટે ઇન્સ્ટોલેશન સમારોહ ગોઠવવામાં આવે છે. ત્યારે રોટરી કલબ ઓફ રાજકોટનો ૮૪ મો ઇન્સ્ટોલેશન સમારોહ તાજેતરમાં યોજાય ગયો. ઇન્ટરનેશનલ પ્રેસીડેન્ટ તરીકે શેખર મહેતાની વરણી કરવામાં આવી હતી. આ તકે રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર સંતોષ પ્રધાન ઇન્સ્ટોલેશન ઓફીસર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવા બોર્ડ મેમ્બર તેમજ નવા કલબ મેમ્બરની પણ આ તકે ઇન્સ્ટોલેશનવિવિધ કરાઇ હતી. આસી. ગવર્નર રાજીવ મહેતાપણ ઉપસ્થિત રહેલ. કલબના પાસ્ટ પ્રેસીડેન્ટ ડો. દેવવ્રત સુખવાલે નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી. ગત વર્ષના સેક્રેટરી ડો. અભિજીત ચેટર્જી દ્વારા પોતાનો સેક્રેટરીયલ રીપોર્ટ કલબના સભ્યો સમક્ષ રજુ કરાયો હતો. નવ નિયુકત પ્રેસીડેન્ટ પરેશ બાબરીયાએ પ્રાસંગીક વકતવ્ય આપી સભ્યોના સાથ સહકારથી નવા પ્રોજેકટ આગળ વધારવા તત્પરતા દર્શાવી હતી. આ સાથે નવા સેક્રેટરી તરીકે નિખિલ ઉચાટ અને અન્ય બોર્ડ મેમ્બરની પણ વરણી કરવામાં આવતા તેમના પર શુભેચ્છાવર્ષા થઇ હતી.

(3:15 pm IST)