Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સામાકાંઠે નિર્માણ પામનાર અદ્યતન લાઇબ્રેરીની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારાજુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહેલ છે. આ વિકાસકામો  સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને પ્રોગ્રેસ રીપોર્ટની જાણકારી મળી રહે તે માટે સ્થળ મુલાકાત લેવામાં આવે છે. જે અનુસંધાને આજે તા.૬વોર્ડ નં.૦૬માં ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે રૂ.૪.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અદ્યતન લાઈબ્રેરીની સ્થળ મુલાકાતે મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, બાંધકામ સમિતિ કેતનભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, ભાવેશભાઈ દેથરિયા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી રત્નાભાઈ રબારી, લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઈ પઠાણ, વોર્ડ નં.૦૬ના પ્રભારી રમેશભાઈ પરમાર, પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ અને વિરમભાઈ રબારી વિગેરે ઉપસ્થિત રહેલ. લાઈબ્રેરીના સિવિલ વર્કનું કામ મોટાભાગનું પૂર્ણ થયેલ છે. ટુંક સમયમાં લાઈબ્રેરી માટે આધુનિક ફર્નીચર તેમજ ઇન્ટીરિયર કામગીરી વહેલાસર હાથ ધરવા પદાધિકારીઓએ સંબંધિત અધિકારીને સુચના આપેલ છે.

(3:17 pm IST)