Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાત્રે રેસ્ટોરન્ટમાં વધુ ગ્રાહકો બેસાડી જાહેરનામાનો ભંગ કરનારા ૧૩ સંચાલકો સામે કાર્યવાહી

માલવીયાનગર પોલીસે ૧૩ રેસ્ટોરન્ટ સંચાલકોને નોટીસ અપાઇઃ ભકિતનગર પોલીસે કર્ફયુંમાં બીનજરૂરી લટાર મારતા ૧૬ને ઝડપી લીધા

રાજકોટ તા. : શહેરના માલવીયાનગર પોલીસ મથક હેઠળના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રાત્રે રેસ્ટોરન્ટમાં ૬૦ ટકાથી વધુ ગ્રાહકો બેસાડનાર ત્રણ સંચાલકોને અને રાત્રે નવ પછી રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને બેસાડનારા ૧૦ સંચાલકો સામે કાર્યવાહી કરવામાંં આવી છે.

કોરોના મહામારી અંતર્ગત સરકારની માર્ગદશીકા મુજબ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રેસ્ટોરન્ટ અને હોટલમાં ૬૦ ટકાથી વધુ ગ્રાહકો બેસાડવા અને રાત્રે નવ વાગ્યા પછી રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલ તેમજ હોમ ડીલેવરીની સુવીધા પૂરી પાડવા અંગેનું જાહેરનામુ હોઇ, અંતર્ગત ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ.કે.એન.ભુકડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી.કે. ઝાલા તથા પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરી, .સી.સીંધવ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રે રેસ્ટોરન્ટમાં ૬૦ ટકાથી વધુ ગ્રાહકોને બેસાડી જમવાની સુવિધા પુરી પાડનારા અમીનમાર્ગ પર મદ્રાસ કાફે રેસ્ટોરન્ટના પીરમહંમદ સૈયદજવાકર સા રાઉતર, અક્ષરમાર્ગ એન્જલ મદ્રાસ કાફેના સંચાલક અભીરામ પીરમલભાઇ નાંઢા અને શીવ ઢોસા રેસ્ટોરન્ટના સંચાલક ભાવેશ મનસુખભાઇ રાબડીયાને પકડી નોટીસ આપવામાં આવી હતી. તેમજ રાત્રે નવ વાગ્યા પછી રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને બેસાડી જમવાની સુવિધા પુરી પાડનારા સ્વામીનારાયણ ચોક રાજશકિત રેસ્ટોરન્ટના વિજય અંબાવીભાઇ મકવાણા, કૃષ્ણનગર મેઇન રોડ પર સોમનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરન્ટના સંચાલક ભરત દીનેશભાઇ પઢીયાર, જય બાલાજી ફાસ્ટફુડ એન્ડ રેસ્ટોરન્ટના સાગર રમેશભાઇ ડાભી, બાલાજી ભેળ એન્ડ રેસ્ટોરન્ટના ભરત દેવજીભાઇ હીંસુ, ઉમીયા ચોકમાં બાલાજીઆઇસ્ક્રીમના ગોપાલ ધુસાભાઇ મુલાસીયા, માયાણી ચોક આશાપુરા ફુડ ઝોનના દીપક મથુરભાઇ માંડલીયા, મવડી ફાયર બ્રિગેડ પાસે ભકિત ફેમીલી રેસ્ટોરન્ટના શૈલેષ કરમશીભાઇ રૈયાણી, ગોંડલ રોડ, પી.ડી.એમ.કોલેજ પાસે દિલખુશ ઇંડાનામની લારી ચલાવનાર રજાક હુશેનભાઇ ચાનીયા અને ચંદ્રેશનગર મેઇન રોડ પર નેપલ્સ પીઝા રેસ્ટોરન્ટના અંકીત યશવંતભાઇ મારડીયાને પકડી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી નોટીસ અપાઇ હતી.

જયારે રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફયુના સમય દરમ્યાન બીનજરૂરી ઘરની બહાર લટાર મારવા નીકળેલા વ્યકિતઓ સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે જેમાં ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ.આઇ. આર.જ. કામળીયા સહિતના સ્ટાફે જંગલેશ્વર, શ્રમશ્રદ્ધા ચોક, દેવપરા ચોક, નિલકંઠ પાર્ક, પટેલનગર, આનંદનગર, હુડકો, કેદારનાથ સોસાયટી અને ન્યુ સાગર સોસાયટી પાસેથી રાત્રે ઘરની બહાર લટાર મારવા નીકળેલા ૧૬ વ્યકિતને પકડી કર્ફયુ ભંગની કાર્યવાહી કરી હતી હતી.

(3:17 pm IST)