Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કલેકટર દ્વારા કચેરીના જીમનુ નિરિક્ષણઃ PDU હોસ્પીટલમાં અને ઢેબર સેનેટોરીયમમાં થર્ડ વેવ અંગે બેડ માટે સમીક્ષા

રેસીડન્સ ડોકટરોનો પ્રશ્ન પણ જાણ્યોઃ કુલ પ૦૦ બેડ વધારવા અંગે કવાયત શરૂ

રાજકોટ તા. : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂએ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના ત્રીજા વેવ અંગે તૈયારીઓ ચાલી રહી છે, આજે પોતે પીડીયુ હોસ્પીટલની મુલાકાત લેશે, જયાં ૧૦૦ થી વધુ બેડો વધારવા અંગેનીકાર્યવાહીની સમીક્ષા થશે, ઉપરાંત સિવિલના રેસીડન્સ ડોકટરોનો કવાર્ટર-આવાસનો પ્રશ્ન અંગે પણ સીવીલ સર્જન તથા અન્ય ડોકટરો સાથે મંત્રણા કરી પ્રશ્ન આજેજ હલ કરાશે.

કલેકટરે ઉમેર્યું હતું કે ઉપરાંત ઢેબર સેનેટોરીયમ ખાતે ૪૦૦ બેડની હોસ્પીટલ બનાવવા અંગે ત્યાં પણ મુલાકાત લેનાર છે, અત્રે નોંધનીય છે કે ઢેબર સેનેટોરીયમની અંદર ચા-પાનના ધંધાર્થીઓ તથા અન્ય ખાણીપીણીની રેકડીઓનું દબાણ છે તે દૂર કરવા પણ કલેકટર દ્વારા કાર્યવાહી થશે.

કલેકટરે આવતાવેત આજે છેલલા ૧ાા વર્ષથી બંધ પડેલા લાખો રૂપિયાના ખર્ચે સરકારી-મહેસુલી કર્મચારીઓ માટે બનાવાયેલ અદ્યતન જીમની મુલાકાત લીધી હતી, જીમ ચાલુ કરાશે કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે આજે હજુ મુલાકાત લીધી છે, આ બાબતે ટુંકમાં નિર્ણય લેવાશે.

(3:18 pm IST)