Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અરર...મ.ન.પા.માં કોમ્પ્યુટર ઓપરેટરોને છ મહીનાથી પગાર નથી ચૂકવાયો!!

પેટા કોન્ટ્રાકટર દ્વારા શોષણ થતુ હોવાનાં આક્ષેપ સાથે રાષ્ટ્રીય મઝદૂર સંઘ દ્વારા આંદોલનની ચિમકી

રાજકોટ તા. :.. ..પા.માં કોન્ટ્રાકટ પધ્ધતીથી કોમ્પ્યુટર ઓપરેટરની કામગીરી સંભાળતાં  ઓપરેટરોને છેલ્લા મહીનાથી પગાર નહી મળ્યાનાં આક્ષેપો સાથે રાષ્ટ્રીય  મઝદૂર સંઘનાં રાજકોટ પ્રમુખ મુકેશ પરમારે મુદ્ે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે મુકેશ પરમારે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ થઇ રહ્યુ છે. જી. ટી. એલ. કાું.ના પેટા કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા છ માસથી પગાર ચુકવવામાં આવેલ નથી. અગાઉ પણ આ બાબતે કલેકટરશ્રીને રજૂઆત કરેલ. પણ ફરી તેના પેટા કોન્ટ્રાકટર દ્વારા કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ થઇ રહ્યુ છે. રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસના રાજકોટ પ્રમુખ મુકેશ પરમારે જણાવ્યુ છે કે સાત દિવસની અંદર કોન્ટ્રાકટર દ્વારા પગાર ચૂકવણી નહીં થાય તો ગાંધી ચિંધ્યા રાહે આ મુદ્ે આંદોલન કરવામાં આવશે.

(3:19 pm IST)