Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સુરતની સગીરા પર દુષ્કર્મ આચરનાર દર્શક ભંડેરી રાજકોટમાં પકડાયો

તાલુકા પોલીસે સુરતના શખ્સને મવડી ચોકડી પાસેથી દબોચ્યો

રાજકોટ : શહેરના અલગ - અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા તાલુકા પોલીસ મથકના પી.આઇ.જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.કે. રાજપુરોહીત, હેડ કોન્સ કે.આર.કુવાડીયા, હેડ કોન્સ. પ્રવિણભાઇ જીલરીયા, કોન્સ હીતેશભાઇ, દીપભાઇ, પ્રદીપસિંહ રાણા તથા હિતેશભાઇ મુછડીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પી.એસ.આઇ. એન.કે. રાજપુરોહીત, હિતેશભાઇ તથા દિનશેભાઇને મળેલી બાતમીના આધારે દોઢસોફટ રોડ મવડી ચોકડી પાસેથી દર્શક દિનેશભાઇ ભંડેરી (ઉ.ર૩)(રહે. મારવેલ હોસ્પીટલ પાસે નંદનવન ર, એ.૧) ને પકડી લીધો હતો. દર્શક સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર અને પોકસોના ગુનામાં ફરાર હતો.

(3:54 pm IST)