Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કલેકટરનું ફરમાનઃ બિલ્ડીંગના મેઇન એન્ટ્રેસ પાસે મારા સિવાય કોઇ ડે.કલેકટર-એડી.કલેકટરની ગાડી નો-એલાઉડ

મ્યુ.કમિશ્નર-સીપી DDO ને છૂટઃ સ્ટાફને સવારે ૧૦ાા વાગ્યે હાજર થઇ જવા આદેશો... : મેઇન એન્ટ્રેસના પટ્ટામાં ઢગલાબંધ ઉભી રહેતી ગાડીઓ ''ટપોટપ'' ઉપડી ગઇ...

રાજકોટ તા.૬ : રાજકોટના નવા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ પોતાના કડક (IAS) મીજાજનો પરિચય આપવાનું શરૂ કરી દિધુ છે, આજે મહત્વનુ એક ફરમાન બહાર પાડી કલેકટર બિલ્ડીંગના મેઇન એન્ટ્રેસ ગેઇટ પાસે અથવા તે પટ્ટામાં પોતાના સિવાય એકપણ મામલતદાર-ડે.કલેટકર કે એડી.કલેકટરની ગાડી રાખવાની ના પાડી દિધી છે, અને આ બાબતે પોલીસ તથા સિકયુરીટીને સૂચના આપી છે, આ બધા અધિકારીઓ જયારે આવે ત્યારે તેમની ગાડી ફરજીયાત પાર્કિંગમાં રાખવાની રહેશે.

કલેકટરે સૂચના આપી હતી કે પોતાના સિવાય મ્યુ.કમિશ્નર, પોલીસ કમિશ્નર, કે ડીડીઓની ગાડી ઉભી રાખી શકાશે, બાકી કોઇ અધિકારીની ગાડી નો-એલાઉડ.

દરમિયાન તમામ બ્રાંચ-મામલતદાર-ડે.કલેકટરોના ટોપ ટુ બોટમ તમામ સ્ટાફને સવારે ૧૦ાા વાગ્યે ફરજીયાત હાજર થઇ જવા પણ કલેકટરે આદેશો કર્યા છે.

(3:56 pm IST)