Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

છેલ્લા ૧ મહિનામાં જાહેરમાં થૂંકનાર ૧૬૪ લોકો પાસેથી ૪૧ હજારનો દંડ વસુલતી મ.ન.પા.

રાજકોટ, તા. ૬ :. મ.ન.પા. દ્વારા જાહેરમાં થૂંકનારા વ્યકિતઓ પાસેથી દંડ વસુલવાની કામગીરી છેલ્લા ૧ાા વર્ષથી કોરોનાકાળ દરમિયાન થઈ રહી છે. જે અંતર્ગત મે અને જૂન દરમિયાન છેલ્લા ૧ મહિનામાં કુલ ૨૫૦ વ્યકિતઓને કુલ ૪૧ હજારનો દંડ ફટકારાયો છે.

આ અંગેની વિગતો મુજબ કોરોનાકાળ દરમિયાન એટલે કે ૨૦૨૦થી મ.ન.પા. દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી જાહેરમાં થૂંકવા કે કોંગળા કરવા પર પ્રતિબંધ ફરમાવેલ અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત પાસેથી રૂ. ૨૫૦નો દંડ વસુલવા ફરમાન કરેલ છે. આમ છેલ્લા ૧ાા વર્ષથી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લાગુ છે. જે અન્વયે છેલ્લા ૧ મહિનામાં જાહેરમાં થૂંકનારા ૧૬૪ વ્યકિતઓને રૂ. ૨૫૦નો દંડ કરાયો છે જેના કારણે તંત્રને આ દંડની આવક છેલ્લા ૧ મહિનામા ૪૧ હજાર જેટલી થયાનું જાણવા મળ્યુ છે.

(3:57 pm IST)