Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કાલાવડ રોડ પરથી રીક્ષામાં દારૂની ૪૮ બોટલ સાથે જયને એસઓજીએ દબોચ્યો

જય ગઢવીનું નામ ખૂલતા શોધખોળ]

રાજકોટ, તા., ૬: શહેરના કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે રીક્ષામાં દારૂની ૪૮ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતીઓ અટકાવવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી એસઓજીના પીઆઇ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. સુભાષભાઇ ડાંગર, ભાનુભાઇ મીયાત્રા, રવીભાઇ વાંક, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ, કિશનભાઇ, મોહીતસિંહ તથા કિશોરભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાનુભાઇ, રવિભાઇ અને કિશોરભાઇને બાતમી મળતા કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસેથી જીજે ૩ બીયુ ૪૩૬પ નંબરની રીક્ષામાંથી રૂ. ૧૪૪૦૦ની કિંમતની દારૂની ૪૮ બોટલ સાથે અમદાવાદ હાલ લોધીકા મેટોડા ગામમાં ભાડે રહેતો જય ધીરૂભાઇ ભીમાણી (ઉ.વ.રર)ને પકડી લીધો હતો.

દારૂના ગુનામાં ફરાર રફીક પકડાયો

શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી અગાઉ પોલીસે દારૂની ૧૧૪ બોટલ સાથે વિજય અનીલભાઇ વાણીયા (રહે. રૈયા ગામ) અને જયરાજ ઉર્ફે જગો વિરજીભાઇ રોજાસરા (રહે. કણકોટ મુળ ચોટીલા)ને પકડી લીધા હતા. પુછપરછ દરમ્યાન સપ્લાયર રફીક જુણેજા નામના શખ્સનું નામ ખુલતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ.બી.જાડેજા સહીતના સ્ટાફે રફીક યુસુફભાઇ જુણેજા (ઉ.વ.૩૭) (રહે. જંગલેશ્વર ખ્વાજા ચોક મહેશ્વરી સોસાયટી)ને પકડી લીધો હતો.

(3:58 pm IST)