Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

'કરાઓકે સુપર સ્ટાર સીઝન-૧' નો સેમીફાઇનલ સંપન્ન

 કોઇપણ પ્રકારની ફી લીધા વગર કલાકારોને સ્ટેજ પુરી પાડવાની પ્રવૃત્તિ ચલાવતા ગુજરાત કરાઓકે એસોસીએશન દ્વારા 'કરાઓકે સુપર સ્ટાર સીઝન-૧' સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૫૩૮ કલાકારોએ અવાજનો કસબ અજમાવ્યો હતો. પ્રજા ઇવેન્ટસ, સુરપંચમ સ્ટુડીયો અને મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા યોજવામાં આવેલ આ સ્પર્ધાના સેમીફાઇનલમાં ૩૬ કલાકારોએ ભાગ લીધેલ અને તેમાથી ૧૨ સીંગર ફાઇનલ માટે કવોલીફાય થયા હતા. જાણીતા ગાયીયકા પાયલ વૈદ્યના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલ આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે નિકિતા શાહજી, સુદીપ મુખર્જી, યોગેન પારેખજી, દેવાંી બ્રહ્મભટ્ટજી, નૌશાદ લાઇટવાલાજી, ઇરફાન દિવાનજીએ સેવા આપી હતી. વિજેતાઓને ફિલ્મ અને આલ્બમમાં તક આપવા પ્રિન્સ પાર્થ ફિલ્મવાળા શૈલેષ શાહે જાહેરાત કરી હતી.  ફાઇનલમાં પહોંચેલ તમામ સ્પર્ધકને આગામી શુક્ર-શનિ બે દિવસ કોઇપણ ચાર્જ લીધા વગર ગાયનની તાલીમ આપવા સુરપંચમ સ્ટુડીયોના યોગેન પારેખ અને મિલેનિયમ ઇવેન્ટના નીરજ ગજજરે જાહેરાત કરી હતી. તેમ એસો.ના પ્રમુખ અને જાણીતા ફિલ્મ મેકર પ્રકાશ જાડવાલા (મો.૯૪૨૬૦ ૮૪૦૧૪) ની યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)