Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

બાઘીમાં યોજાયો રકતદાન કેમ્પ

 બાઘી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા આગેવાન, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા ઉપાધ્યક્ષ, બાઘી ગામ સરપંચ સ્વ. વશુભા ખીમજીભા રાઠોડના જન્મદિવસ નિમિતે એમના સ્મરણાર્થે રકતદાન કેમ્પ યોજાયો હતો. રકતદાન કેમ્પમાં ૧૭૨ બોટલ રકતદાન થયું હતું. જે રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કને સુપ્રત કરાયું હતું. સ્વ.વશુભાના સ્મરણાર્થે યોજાયેલ રકતદાન કેમ્પમાં માનવ જીવન બચાવવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા બદલ સર્વે ક્ષત્રિય રાજપૂત બંધુઓ તથા સર્વ સમાજના આગેવાન તથા બંધુઓએ બહોળી સંખ્યામાં હાજરી આપીને રકતદાન કેમ્પને સફળ બનાવ્યો એ બદલ ખીમજીભા નાથાભા રાઠોડ તથા રાઠોડ પરિવાર સર્વેનો આભાર વ્યકત કરેલ.

(3:59 pm IST)