Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સુરભી ફાર્મમાં સાંસદ રામભાઇના હસ્તે વૃક્ષારોપણ

 ખોખડદડ ખાતે આવેલ સુરભી ગૌ ફાર્મ ખાતે રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, નવરંગ નેચર કલબના વી. ડી. બાલા, શ્રીમતી કાંતાબેન કથીરીયા, રંજનબેન, ભારતીબેન, નીતાબેન, ગૌસેવક રમેશભાઇ રૂપારેલીયા, એનીમલ હેલ્પ લાઇનના જીવદયા પ્રેમી મિતલનભાઇ ખેતાણી, વિનોદ કાછડીયા, હરેશ પંડયા, સુરભી સંપદાના  રાહુલ શેઠ, એડવોકેટ વિજયભાઇ વ્યાસ, દિનેશભાઇ પટેલ, ભરતભાઇ પાનસુરીયા, દેરડી કુંભાજીના સામાજીક આગેવાન શ્રી વિસાવેલીયા, ડો. આત્મન, ડો. ઘટના તથા અન્ય પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ થી વધુ ગીર ગાયના ઉછેર સાથે ૫ હજારથી વધુ વૃક્ષોની હરીયાળી લહેરાવતા આ સુરભી ફાર્મમાં પર્યાવરણ અને ગૌ કૃષિ સમતુલા જાળવવા પુરતા પ્રયાસો કરવામાં આવે છે. વૃક્ષારોપણ સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:59 pm IST)