Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલી

 જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ આર્ટ ગેલેરી ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રખાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, લાખાભાઇ સાગઠીયા, પ્રદિપભાઇ ડવ, ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, અતુલ પંડિત, ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુભાઇ ધવા, સુરેન્દ્રસિંહ વાળા, પરેશ હુંબલ તેમજ કોર્પોરટરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી તથા નલહરીએ જહમત ઉઠાવી હતી.

(4:00 pm IST)