Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગર્ભ પરિક્ષણના કેસમાં ૩૯૪૨ દિવસનો વિલંબ માફ કરી ડોકટર વિરૂધ્‍ધ ફરિયાદ કરવા આદેશ

રાજકોટઃ તા.૫ ૩૯૪૨ દિવસનું વિલંબ માફ કરી ગર્ભ પરીક્ષણ અન્‍વયેના ગુન્‍હામા ડો.ભરત ભાટે વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરવા હુકમ કોર્ટે હુકમ કર્યો છે.

આ અંગેની  ડો.ભરતકુમાર છગનલાલ ભાટેની હોસ્‍પિટલમાં સોનોગ્રાફી મશીન ધરાવી ધ પ્રિ.કોન્‍સેપ્‍સન એન્‍ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્‍ટીક ટેકનીક (પ્રોહીબીશન ઓફ સેકસ સીલેકશન) એકટ ૧૯૯૪ અન્‍વયેની જોગવાઇઓનો ભંગ અન્‍વયે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીઓએ ભકિતનગર પો.સ્‍ટે. સમક્ષ કરેલ જેની ચાર્જશીટ ફાઇલ થયેલ જે કામે આરોપી ભરત ભાટેએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કાર્યવાહી પડકારતા એફ.આઇ.આર. રદ કરતો હુકમ થયેલ

આ હુકમ બાદ એપ્રોપ્રીએટ ઓથોરીટી મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી જીલ્‍લા પંચાયત રાજકોટનાએ એફ.આઇ.આર. તારીખથી ૩૯૪૨ દિવસ (૧૦ વર્ષ, ૯ મહિના, ૧૧ દિવસ)તથા હાઇકોર્ટના હુકમ બાદ ૧૫૭ દિવસ તથા ઉપરી અધિકારીની સંમતિ પરવાનગી મળવાના ૨૫ દિવસના વિલંબ માફ કરાવવા અરજ કરી ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી કરેલ જેમાં મુખ્‍ય આરોગ્‍ય  જયેન્‍દ્ર એચ. ગોંડલીયા રોકાયેલ અને જેની રજૂઆતો ધ્‍યાને લઇ રાજકોટના જયુડી. મેજી.(ફ.ક.) શ્રી પી.એન. જૈન વિલબ માફ કરી/ કરાવી ફોજદારી ફરિયાદ દાખલ લેવા મહત્‍વનો હુકમ ફરમાવેલ છે.

સદર હું ફરિયાદી મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય વિભાગ જીલ્‍લા પંચાયતના અધિકારીશ્રી ડો. વી.એચ.પાઠક વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્‍દ્ર એચ. ગોંડલીયા, તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી.કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્‍નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારષ શેઠ, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોંડલીયા તથા પ્રિયાંશ ધિનોરા રોકાયેલ હતા.

(3:02 pm IST)