Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

એકતા સોસાયટીમાં છોકરાને દેકારો કરવાની ના પાડતા નિઝામભાઇને પુત્ર એ ગાળો આપી ધમકી દીધી

ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા ગયા પાછળથી પુત્ર ઇમ્‍તીયાઝ ઉર્ફે અલ્‍તાફે ઘર સળગાવ્‍યું

રાજકોટ તા. ૬ : જામનગર રોડ પરાપીપળીયા એકતા સોસાયટીમાં છોકરાને દેકારો ન કરવા બાબતે ઠપકો આપવા જતા પિતાને પુત્રએ ગાળો આપી ધમકી આપ્‍યા બાદ ઘર સળગાવતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પરાપીપળીયામાં એકતા સોસાયટી કવાર્ટર નં. ૫૨૯માં રહેતા નિઝામભાઇ ચાંદસાભાઇ ફકીર (ઉ.૪૬) રાત્રે પરિવાર સાથે ઘરે હતા ત્‍યારે ઉપરના કવાર્ટરમાં તેની પહેલી પત્‍નીનો પુત્ર ઇમ્‍તીયાઝ ઉર્ફે અલ્‍તાફ રહેતો હોય તેના છોકરા દેકારો બોલાવતા હોઇ તેથી નિઝામભાઇએ દેકારો ન કરવા બાબતે ઠપકો આપતા પુત્ર ઇમ્‍તીયાઝ ઉર્ફે અલ્‍તાફે આવી પિતા નિઝામભાઇ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્‍યો હતો. દેકારો સાંભળી પત્‍ની સુમીતા ઉર્ફે મુમતાઝબેન વચ્‍ચે પડતા ઇમ્‍તીયાઝ ઉર્ફે અલ્‍તાફે તેને પણ ગાળો આપી ધમકી આપી હતી. આ મામલે નિઝામભાઇ પત્‍ની સુમીતા ઉર્ફે મુમતાઝબેન સાથે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા બાદ પાછળથી પુત્ર ઇમ્‍તીયાઝે તેના કવાર્ટરમાં ઘુસી ઘરવખરી સહિતનો સામાન સળગાવ્‍યો હતો. ફરિયાદ કરી નિઝામભાઇ પરત આવ્‍યા ત્‍યારે કવાર્ટરમાં ઘરવખરીનો સામાન સળગેલો જોઇ પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે પીએસઆઇ પી.કે.ક્રિヘન સહિતે તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)