Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

મેટોડા બાદ આજે કુવાડવા-ત્રંબા-પારડીમાં વીજ તંત્રની ધોંસઃ ૧૭ ગામડામાં પણ ટીમો દોડી

સુરેન્‍દ્રનગર-જામનગર સર્કલમાં જામનગર-લીંબડી-ચુડા-સાયલા-પાણશીણામાં દરોડો : સતત છઠ્ઠા દિવસે ચેકીંગ

રાજકોટ, તા., ૭: આજે સતત પ મી દિવસે પીજીવીસીએલની ૯૭ જેટલી ચેકીંગ ટીમોએ પોલીસ-વિડીયો ગ્રાફરો સાથે રાજકોટ-સુરેન્‍દ્રનગર-જામનગર સર્કલ વિસ્‍તારમાં દરોડો પાડી સોંપો પાડી દીધો છે.  ગઇકાલે મેટોડા બાદ આજે સવારથી ૩૪ ટીમોએ પારડી-કુવાડવા-ત્રંબા ઉપરાંત ૧૭ ગામોમાં ચેકીંગ શરૂ કર્યુ છે. આ ઉપરાંત જામનગર સર્કલમાં જામનગર શહેર-રૂરલ નાગરસીમ સબ ડીવીઝન ક્ષેત્રમાં રપ ટીમોએ તો સુરેન્‍દ્રનગર સર્કલમાં લીંબડી શહેર-રૂરલ-ચુડા-સાયલા-પાણશીણામાં ૩૪ ટીમોએ ધોંસ બોલાવી છે. ગઇકાલે મેટોડામાં ૩પ  લાખની વીજચોરી ઝડપાઇ હતી. કુલ પ દિવસમાં પોણા ત્રણ કરોડની વીજચોરી ઝડપાઇ છે. અંદાજે ૬૦૦ થી વધુ કનેકશનમાં ડાયરેકટ ચોરી પકડાઇ છે.

(11:35 am IST)