Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

જવેલરીના ધંધાર્થીઓ માટે કાલે 'બિઝનેસ ગ્રોથ સેમીનાર'

બડા બિઝનેસ સાઉથ વેસ્ટના ટ્રેનર પરેશકુમાર જોષી અને ગુજરાતના ટ્રેનર રાહુલભાઇ બગીયા માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૭ : સ્પેશ્યલ જવેલરી બીઝનેસમેન માટે અત્યાર સુધીનો સૌથી મોટો ગ્રોથ સેમીનાર કાલે તા. ૮ ના રવિવારે રાજકોટમાં આયોજીત થયો છે.

આ અંગેની વિગતો વર્ણવતા આયોજકો અને ટ્રેનરોએ જણાવ્યુ હતુ કે હાલ જવેલરી ઉદ્યોગમાં ખાસ કરીને નાના ધંધાર્થીઓ ખુબ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોટા વેપારીઓ સામે ટકવા તેમણે બદલાવ લાવવો જરૃરી છે. કેમ કે આ આધુનીક સમય છે. એટલે ટેકનોલોજી, મોનોપોલી જેવી બાબતો તેણે ધ્યાનમાં લેવી જરૃરી છે. હવે તેની હરીફાઇ બાજુવાળા વેપારી સાથે નહીં પરંતુ વૈશ્વિક લેવલની છે તેમ માનીને બીઝનેશ આગળ વધારવો જરૃરી બન્યો છે. પેઢીમાંથી બીઝનેશમેન તરફ નજર દોડાવવી પડશે.

ત્યારે આવુ માર્ગદર્શન અને ટીપ્સ સરળતાથી મળી રહે તે માટે કાલે તા. ૮ ના રવિવારે સાંજે ૭ વાગ્યાથી અટલબીહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે જવેલરી ધંધાર્થીઓ માટે ગ્રોથ સેમીનારનું આયોજન કરાયુ છે.

જેમાં બડા બિઝનેસ સાઉથ વેસ્ટના ટ્રેનર પરેશકુમાર જોષી અને ગુજરાતના ટ્રેનર રાહુલભાઇ બગીયા આ સેમીનારને સંબોધશે. ખાસ કરીને નવી ટેકનોલોજી, ન્યુ બિઝનેસ સીસ્ટમ, ઉધારીથી કઇ રીતે બચવુ, મોનોપોલી કેવી રીતે બનાવવી, પોતાનો બિઝનેશ વિસ્તારી ભારત અને વિદેશો સુધી કઇ રીતે પહોંચાડવો તે અંગે માર્ગદર્શન અપાશે.

સેમીનારના પાસ તા. ૮ ના રવિવારે સવારે ૧૦ વાગ્યાથી અટલબિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતેથી મળી શકશે. અથવા વધુ માહીતી માટે સંદીપભાઇ પાલા મો.૭૮૬૨૯ ૮૧૦૯૮ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર સેમીનારને સફળ બનાવવા રાજકોટ જેન્મસ એન્ડ જવેલરી એસોસીએશનના પ્રમુખ જગદીશભાઇ સોની, રાજકોટ ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા, સિલ્વર એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ તળાવીયા તેમજ કારોબારી સભ્યો અને ઇમીટેશન જવેલરીના પ્રમુખ જીજ્ઞેશભાઇ શાહ, નરેન્દ્રભાઇ મહેતા  સાથે કારોબારી સભ્યો સહયોગી બની રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બડા બિઝનેસ રાજકોટ ઓફીસના ઓનર જીતુભાઇ વોરા, બડા બિઝનેસ સાઉથ વેસ્ટના ટ્રેનર પરેશકુમાર જોષી, ગુજરાતના ટ્રેનર રાહુલભાઇ બગીયા તેમજ એન્જલોસ કલબના પ્રેસીડેન્ટ હસમુખભાઇ લુણાગરીયા, હિનાબેન વાઘેલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:29 pm IST)