Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

કેશર શિખંડ - માવા બદામ આઇસ્‍ક્રીમ - મરચાના નમૂના નાપાસ

શહેરીજનોના આરોગ્‍ય સાથે ચેડા કરનારા ૩ વેપારી દંડાયા : ૪૦ હજારનો દંડ : મનપાની ફૂડ શાખા દ્વારા લેવાયેલ કોઠારીયાની સુધાંગ ડેરી ફાર્મના કેશર શીખંડમાંથી સિન્‍થેટીક ફુડ કલર, પેડક રોડ પરના શ્રી શકિત કોઠી આઇસ્‍ક્રીમના માવા બદામ આઇસ્‍ક્રીમમાં ફેટનું પ્રમાણ ઓછું મળતા તથા શ્રીરામ મસાલા માર્કેટના મરચુ આખુમાં બ્રોકન ફ્રૂટસ સીડ એન્‍ડ ફ્રેગ્‍મેન્‍ટસનું પ્રમાણ વધુ હોવાથી ૩ ખાદ્યચીજો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર : એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર દ્વારા દંડનો કરાયો હુકમ : ચીકીના ૩૦ વેપારીને ત્‍યાં ચેકીંગ

રાજકોટ તા. ૭ : મનપા દ્વારા લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા ન થાય તે માટે શહેરમાં ખાદ્ય પદાર્થોના ઉત્‍પાદકો - વેચાણકર્તાઓને ત્‍યાં સતત ચેકીંગ ઝુંબેશ ચાલી રહી છે. મનપા દ્વારા થોડા સમય પહેલા કોઠારીયા રોડ ખાતેની સુધાંગ ડેરી ફાર્મમાંથી લેવાયેલ કેશર શિખંડ, પેડક રોડની શ્રી શકિત કોઠી આઇસ્‍ક્રીમમાંથી માવા બદામ આઇસ્‍ક્રીમ તથા નાનામવા સર્કલ પાસેની શ્રી રામ મસાલા માર્કેટમાં મરચાનો નમૂનો લેબ ટેસ્‍ટીંગ માટે મોકલાતા તેમાં અનુક્રમે સિન્‍થેટીક ફૂડ કલર, મિલ્‍ક ફેટનું ઓછું પ્રમાણ તથા બ્રોકન ફ્રુટસ સીડનું પ્રમાણ વધારે મળતા સેમ્‍પલ સબ સ્‍ટાર્ન્‍ડડ જાહેર થતા કલેકટર દ્વારા દંડ ફટકારવામાં આવેલ. ઉપરાંત ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ ચિકી ઉત્‍પાદકોને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

વેપારીઓને ૪૦ હજારનો દંડ

ᅠફુડ વિભાગદ્વારા તાજેતરમાં લેવામાં આવેલ ‘સુધાંગ ડેરી ફાર્મ' -હૂડકો ક્‍વાટર નં. ડી-૧૯, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી કેસર શિખંડ (લુઝ) નો નમુનો રિપોર્ટમાં કલરિંગ મેટર તરીકે સિન્‍થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક -સંજયભાઈ વલ્લભભાઈ ખૂંટને ૧૫,૦૦૦ દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા ‘શ્રી શક્‍તિ કોઠી આઈસક્રીમ' -બોમ્‍બે સુપર હાઇટસ-૧, શોપનં. ૨૦, પડેક રોડ, મેલડીમાં મંદીર સામે, રાજકોટ મુકામેથી ‘માવા બદામ આઈસક્રીમ (લુઝ)'નો નમુનો રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક -પંકજભાઈ પરસોતમભાઈ ગોપાલકાને રૂા.૧૫,૦૦૦ દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા ‘શ્રીરામ મસાલા માર્કેટ (સિઝનલ મંડપ)' -આરએમસી આવાસ યોજના બાજુમાં, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ, રાજકોટ મુકામેથી ‘મરચું આખું (લુઝ)' નો નમુનો રિપોર્ટમાં બ્રોકન ફ્રૂટ્‍સ સીડ એન્‍ડ ફ્રેગ્‍મેંટ્‍સનું પ્રમાણ ધારાધોરણ વધુ મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક  ભાવેશભાઈ અરજણભાઈ વિકાણીને રૂા.૧૦,૦૦૦ દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ચીકીના ૩૦ વેપારીને

ત્‍યાં ચેકિંગ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્‍યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચીકીનું ઉત્‍પાદન, વેંચાણ કરતા સ્‍થળોનું ચેકિંગ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા રામનાથ પરા, સોની બજાર, સાંગણવા ચોક, હરિધવા મેઇન રોડ, સહકાર મેઇન રોડ, નેહુરૂનગર ૮૦-ફૂટ રોડ, કુવાડવા રોડ, કેસરી પુલ-પારેવડી ચોક તથા જૂનો મોરબી રોડ વિસ્‍તારમાં આવેલ ચીકીનું ઉત્‍પાદન /વેંચાણ કરતાં કુલ ૩૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૨ વેપારીને લાઇસન્‍સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્‍પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આવેલ.

(4:14 pm IST)