Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

રાજકોટ નાગરિક બેîક માર્ગદર્શક મંડળની મળી ગયેલ બેઠક


રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેîકમાં દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની બેઠક યોજાય છે. તે અંતર્ગત તાજેતરમાં માર્ગદર્શક મંડળની બેઠક બેંકની હેડ અોફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ના લક્ષ્મણરાવ ઇનામદાર ­શિક્ષણ કેન્દ્ર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સંચાલક મંડળ સાથે શાખા વિકાસ સમિતિના સદસ્યો તથા ડેલિગેટ્સ દ્વારા વિવિધ વિષયે ચર્ચા-વિચારણા થઇ હતી. બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકરે જણાવ્યું હતું કે આ માર્ગદર્શક મંડળની બેઠકનો વિચાર બેંકના પૂર્વ ચેરમેન નલિનભાઇ વસાનો હતો. દરેકની વાતમાં સંસ્થાના હિતનો જ વિચાર હોય છે. આપણામાં કંઇક પડેલું છે અને તેને લઇને વિચારધારા મુજબ આપણે રાષ્ટ્રસેવા કરશું. આપણો દેશ આઝાદીના ૭૫મા વરસે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્ના છે, ત્યારે નાગરિક બેîક પરિવાર ૭૫ હજાર નવાં ખાતાં ખોલીને વિશેષ યોગદાન આપશે. સહકારી અગ્રણી-નાફકબના ચેરમેન અને બેંકના ડિરેકટર જયોતીન્દ્રભાઇ મહેતાઍ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ બેઠકની શરૂઆત થઇ છે. આ બેંક લોકોની છે અને લોકોની વચ્ચે રહીને કામ કરે છે. રાષ્ટ્રસેવા હોય, સમાજસેવા હોય અને પોતાનું સુખ લૂંટાવીને જે કાર્ય કરે તે ચેરમેન-શૈલેષભાઇ ઠાકર કરે છે. સૈનિકો જેવું આ કાર્ય છે. અહીં પદાધિકારીઅો સમયનું મૂડીરોકાણ કરે છે. ભારતના બેકિંગ ક્ષેત્રમાં સરકારમાં સહકારિતા મંત્રાલય બન્યું. નરેન્દ્રભાઇ મોદીઍ ‘સહકારથી સમૃદ્ઘિ’ સૂત્ર આપ્યું. પાંચ ટ્રીલીયન ઇકોનોમી થવું છે. તેમાં સહકારી ક્ષેત્રનો ફાળો અગત્યનો હશે. દેશ જયારે ગતિ કરતો હોય ત્યારે બધાનો વિકાસ થવો જાઇઍ. નાના માણસને સમૃદ્ઘિનાં ફળ મળે. સહકારથી સમૃદ્ઘિનો વ્યાપ દ્યણો મોટો છે. આર્થિક અસમાનતા આ સૂત્ર દ્વારા દૂર કરી શકાશે. કોરોનાકાળ દરમિયાન આ બેંકે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સૌથી વધુ કામ કર્યું. ૪૦ હજાર લાભાર્થીઅોને લોન આપી. આ યોજનામાં ૬૦ ટકા ખાતેદારોઍ ­થમ વખત જ લોન લીધી. બેંકના વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીઍ હાર્દિક આવકાર આપતા જણાવ્યું હતું કે, આજની આઠમી બેઠકમાં સહુને આવકારીઍ છીઍ. બેંકના ઇન્ચાર્જ સીઇઅો યતીનભાઇ ગાંધીઍ બેîકની ડીપોઝીટ અને ધીરાણ અંગેની માહિતી આપી હતી. ગત બેઠકમાં શાખા વિકાસ સમિતિ અને ડેલિગેટ્સ દ્વારા થયેલ સૂચનો અંગે થયેલી કામગીરીની નોંધ આ બેઠકમાં ઍ.જી.ઍમ. (બેકિંગ) જયેશભાઇ છાટપારે રજુ કરી હતી. ત્યારબાદ ડેલિગેટ્સ દ્વારા બેંકના વિકાસ ધ્યાને લઇ માર્ગદર્શક સૂચનો કરાયેલા અને તેને આનુષંગિક જવાબ ચેરમેનશ્રી દ્વારા આપવામાં આવેલ. માર્ગદર્શક મંડળની આ બેઠકમાં શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી જયોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, ­દીપભાઇ જેન, કીર્તિદાબેન જાદવ, કાર્તિકેયભાઇ પારેખ, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, યતીનભાઇ ગાંધી (ઇન્ચાર્જ સીઇઅો), રજનીકાંત રાયચુરા (ડી.જી.ઍમ.), જયેશભાઇ છાટપાર (ઍ.જી.ઍમ.-બેંકિંગ), મનીશભાઇ શેઠ (ઍ.જી.ઍમ.-ડી-સેન્ટ્રલાઇઝડ), ટી. સી. વ્યાસ (ઍ.જી.ઍમ.-ઍચ.આર. ), હેમાંગભાઇ ઢેબર (સી.ઍમ.-ક્રેડિટ), ­શાંતભાઇ રૂપારેલીયા (સી.ઍમ.-રિકવરી), ભાવેશભાઇ રાજદેવ (સી.ઍમ.-ઍચ.આર. ), મેહુલભાઇ શાહ (સી.ઍમ.-ટ્રેઝરી), યતીનભાઇ ઉપાધ્યાય (સી.ઍમ.-આઇઈઇ.ટી.), મહેશભાઇ જાની (સી.ઍમ.-ઍકાઉન્ટ), હર્ષલભાઇ પાઠક (સી.ઍમ.-સીઆઇઍસઅો), ડેલિગેટ્સ અને આમંત્રિતો ­ત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ઉપસ્થિત રહ્ના હતા. અંતમાં આભારદર્શન બેંકના ડિરેકટર અને પૂર્વ વાઇસ ચેરમેન ટપુભાઇ લીંબાસીયાઍ કર્યું હતું. બેઠકનું સફળ સંચાલન જયેશભાઇ છાટપારે કર્યું હતું. વંદે માતરમ્ના ગાન સાથે બેઠક પૂર્ણ થઇ હતી. (૧૬.૩)

(4:52 pm IST)