Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

નવાગામના પુલ પાસે પગપાળા જઇ રહેલા લાખુબેન જખાણીયાનું ટ્રકની ઠોકરે મોત

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પર નવાગામ પુલ પાસે દરગાહ નજીક રોડ પર પગપાળા જઇ રહેલા નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં લાખુબેન બચુભાઇ જખાણીયા (ઉ.વ.૭૦) આઇસર ટ્રક નં. જીજે૦૧૪એકસ-૬૫૨૨ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.જાણવા મળ્યા મુજબ નવાગામ ઝૂપડપટ્ટીમાં રહેતાં લાખુબેન ગઇકાલે બહાર ગયા હતાં. ચાલીને પરત ઘરે જતાં હતાં ત્યારે નવાગામ પુલ પાસે રોડ પર આઇસર ટ્રકની ઠોકરે ચડી જતાં કમરથી નીચેના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આઇસરનો ચાલક ભાગી ગયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતકના પુત્ર કવાભાઇ બચુભાઇ જખાણીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી આઇસર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે.

(11:53 am IST)
  • કોઈપણ હિચકિચાટ વિના સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકી દેવાયો: ૪ દિવસમાં પેટ્રોલમાં ૯૦ પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે ૧.૧૪ પૈસાનો વઘારો : આજે ચોથા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે: પેટ્રોલમાં ૨૭ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૩૪ પૈસાનો વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલમાં ૯૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૧.૧૪ પૈસાનો વધારો થયો ! (વિજય વસાણી, આટકોટ) access_time 9:53 am IST

  • સાબરમતી જેલમાં ૮૧ કેદીઓને કોરોનાઃ પાંચ કેદીઓ હોસ્પિટલમાં દાખલઃ રૂબરૂ મુલાકાત બંધ : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૮૧ કેદીઓ કોરોના સંક્રમીતઃ કેદીઓના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરાવાઇઃ પ કેદી હોસ્પિટલમાં દાખલ, ૭૬ આઇસોલેટ કરાયા access_time 12:44 pm IST

  • આંધ્રમાં રાત સુધીમાં કોરોનાએ ૭૩ નવા જીવનદીપ બુઝાવ્યા : કોરોના અટકવાનું નામ લેતો નથી. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં આજે મોડી સાંજ સુધીમાં નવા ૧૭૧૮૮ કેસ નોંધાયા, જ્યારે ૧૨૭૪૯ સાજા થયા છે અને ૭૩ મૃત્યુ નોંધાયા છે. access_time 8:11 pm IST