Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યુ : ઉત્તરોઉત્તર મજબૂત બનશે : ૩-૪ દિવસમાં આંધ્ર-ઓરીસ્સાના દરિયાકિનારા નજીક પહોંચી જશે

આ સિસ્ટમ્સ તા.૧૦ મે બાદ કઈ તરફ વળાંક લ્યે તે હજુ સ્પષ્ટ નથી : અશોકભાઈ પટેલની તા.૬ થી ૧૩ મે સુધીની આગાહી : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં કાલથી ગરમીમાં ફરી ક્રમશઃ વધારો થશે : રવિ થી મંગળ પારો ૪૨ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં પહોîચી જશે : સાંજના સમયે પવનનું જાર વધશે : ૧૦મી આસપાસ દક્ષિણ રાજસ્થાન - કચ્છ અને લાગુ ગુજરાત ઉપર ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન બનશે, જેની અસરથી કયાંક સામાન્ય છાંટાછુટીની પણ સંભાવના

રાજકોટ, તા. ૬ : હાલમાં સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ગરમીમાં રાહત મળેલ છે. ગરમીનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રીની રેન્જમાં જાવા મળતો હતો તે હાલ ૪૦ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં જાવા મળે છે. જેમ કે ગઈકાલે અમદાવાદ ૪૧.૬, અમરેલી ૪૦.૬, ભુજ ૪૦.૪ અને રાજકોટ ૪૧.૩ ડિગ્રી તાપમાન નોîધાયેલ હતું.

વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૬ થી ૧૩ મે (શુક્ર થી શુક્ર) સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે આવતીકાલથી તાપમાન ફરી ક્રમશઃ વધશે. તા.૮ થી ૧૦ દરમિયાન મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં આવી જશે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં સાંજના સમયે પવનનું જાર વધુ જાવા મળે છે. જે આવતા દિવસોમાં પણ રહેશે. પવન મુખ્યત્વે પડ્ઢિમના અને ૧૦મી મે થી દક્ષિણ પડ્ઢિમના જાવા મળશે. તા.૧૦ થી ૧૩ મે વચ્ચે છૂટાછવાયા વાદળો પણ જાવા મળશે.

વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે દક્ષિણ આંદામાનના દરિયા અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ઍક લો પ્રેશર થયેલ છે. જે આવતા ૨૪ કલાકમાં મજબૂત થશે અને ૨૪ થી ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને આગલા દિવસોમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉત્તર પડ્ઢિમ તરફ ગતિ કરશે. ઍટલે કે આંધ્ર - ઓરીસ્સાના દરિયાકિનારા નજીક ૧૦મી મે સુધી પહોîચશે.

આ સિસ્ટમ્સ ૧૦મી મે બાદ કઈ તરફ વળાંક લ્યે તે હજુ સ્પષ્ટ નથી. જેથી જરૂર જણાયે અપડેટ અપાશે. હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

ઉપરોકત આગાહીના સમયગાળા દરમિયાન દક્ષિણ રાજસ્થાન - કચ્છ અને લાગુ ગુજરાત ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે ૧૦મી મે આસપાસ ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન બનશે. જે આગાહીના સમયના અંત સુધીમાં ગુજરાત આસપાસ જ રહેશે. જેના લીધે કયાંક કયાંક સામાન્ય છાંટાછુટી થવાની સંભાવના છે.

(2:54 pm IST)