Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મનપામાં વર્ગ-૩ ની જગ્‍યા માટે ૯ કર્મચારીઓને મેયર તથા સ્‍ટેન્‍ડીંગ ચેરમેન દ્વારા ઓર્ડર અપાયા

રાજકોટ, તા. ૭ :  મહાનરગપાલિકાની વર્ગ-૩ ની જુનીયર કલાર્કની ખાલી પડેલ જગ્‍યા પર ર૦% મુજબ ખાતાકીય ભરતી કરવાની જોગવાઇના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪માં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે અરજી મંગાવવામાં આવેલ. જેના અનુસંધાને તા. ૦૧ લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના કેટેગરી વાઇઝ મેરિટના અગ્રતા ક્રમે આવતા નવા કર્મચારીઓને મેયર ડો. પ્રદિપ ડવ અને સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલના હસ્‍તે ઓર્ડર અર્પણ કરવામાં આવેલ. આ તમામ કર્મચારીઓને મેયર ડો. પ્રદિપ ડવ અને સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલએ શુભેચ્‍છા પાઠવેલી.

રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક સંવર્ગની કુલ મંજુર જગ્‍યાઓ પૈકી ૮૦:ર૦ ના રેશિયા મુજબ ર૦% ખાતાકીય ભરતીથી ભરવાની જોગવાઇ અનુસાર રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ-૪ની જગ્‍યા પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જુનિયર કલાર્કની જગ્‍યા પર અરજીઓ કરવામાં આવેલ જેમાં કુલ-૪૩ કર્મચારીઓ પાત્રતા ધરાવતા હોય તેઓની તા. ૦૧ રોજ સ્‍પર્ધાત્‍મક લેખિત પરીક્ષા લેવામાં આવેલ.

લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના મેરિટ અનુસાર આવતા કુલ-૦૯ કર્મચારીઓનો જુનિયર કલાર્ક તરીકે નિમણુક આપવામાં આવી જેમાં સર્વશ્રી વિનોદ બધાભાઇ ચાવડા ગિરીરાજસિંહ ગુલાબસિંહ જાડેજા ખુશદીપ નવીનભાઇ સોલંકી, મંગલ ભરતભાઇ દાસાણી, નવનીત હેમરાજભાઇ સોમૈયા, જયેશ ડાયાભાઇ જોટાંગીયા, જીતેન્‍દ્ર કાવજીભાઇ નીનામા, હિરેન હસમુખલાલ માખેચા અને હિતેશ વિનોદરાય ત્રિવેદીનો સમાવેશ થાય છે.

(3:38 pm IST)