Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

૧પ૦ ફૂટ રીંગ રોડ-અમીન માર્ગ પર ફૂડ કોર્ટ માટેની જગ્‍યા લીઝથી આપવા કોર્પોરેશન દ્વારા રી-ટેન્‍ડર : પ્રથમ પ્રયત્‍ને કોઇએ રસ દાખવ્‍યો નહિ

અપસેટ કિંમત ૩૦ લાખ દર વર્ષ મુજબ રાખવામાં આવી : સંચાલન પહેલા ૩ વર્ષ માટે આપવામાં આવશે

રાજકોટ,તા. ૭:  મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હાઈજેનીક અને સારી ક્‍વોલીટીનું ફુડ મળી રહે તે હેતુથી શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ - અમીન માર્ગ કોર્નર પર ફુડ કોર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. સદરહુ ફુડ કોર્ટની જગ્‍યા લીઝ થી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈ-ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની વિગત આ મુજબ છે.

ફુડ કોર્ટની ૧૩૫૮ ચો.મી. જગ્‍યા સાત વર્ષ માટે લીઝથી આપવામાં આવશે

આ કામે અપસેટ કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦/- પ્રતિ વર્ષ મુજબ રાખવામાં આવેલ છે.

સ્‍થાનિકે મહાનગરપાલિકા દ્વારા ૧૦ સ્‍ટોલ, ચિલ્‍ડ્રન પ્‍લે એરીયા, ટોઈલેટ બ્‍લોક, સીટીંગ એરીયા, ર્પાકિંગ એરીયા અને ઈલે. રૂમની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.

ભાડે રાખનારને ફુડ કોર્ટ એરીયામાં આવેલ ૧૭ ઈલે. પોલ પર ૫ × ૩ની સાઈઝના કિયોસ્‍ક બોર્ડના માધ્‍યમથી પોતાના બિઝનેશની જાહેરાત કરવાના હક્ક પણ આપવામાં આવશે. (૯.૧ર)

ફુડ કોર્ટની આગળના ભાગે મહાનગરપાલિકા દ્વારા ૨૦ × ૧૦ની સાઈઝનું હોર્ડીંગ ઉભુ કરવામાં આવશે જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને વધારાની રેવન્‍યુ પ્રાપ્ત થશે.

જગ્‍યાનું સંચાલન પ્રથમ ૩ (ત્રણ) વર્ષ માટે આપવામાં આવશે અને ત્‍યારબાદ કામગીરી સંતોષકારક હશે તો વિશેષ ૨ ૅ ૨ વર્ષ માટે મુદ્દત વધારી આપવામાં આવશે

આ કામના ટેન્‍ડર તા.૦૭/૦૫/૨૦૨૨થી www.nprocure.com પરથી ડાઉનલોડ કરી શકાશે.

(3:43 pm IST)