Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

નોકરી વાચ્‍છુકો પહોંચી જજો... આવતીકાલે વિનામૂલ્‍યે જોબ સેમીનાર

બેન્‍કીંગ ક્ષેત્રમાં નોકરી શોધનારાઓને માર્ગદર્શન, બેન્‍કીંગ અને એનએફબીસી ક્ષેત્રમાં નોકરીની તકો માટે કૌશલ્‍ય - વિકાસ કાર્યક્રમ ઓફર સાથે પ્રમાણપત્ર પણ અપાશે : આર્ટ ઓફ લીવીંગ પ્રેરીત શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ અને સેજ ફાઉન્‍ડેશન દ્વારા આયોજન

રાજકોટ, તા. ૭ : નોકરી શોધનારા યુવાઓ માટે એક ખાસ તક છે. આવતીકાલે વિનામૂલ્‍યે જોબ સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં બેન્‍કીંગ ક્ષેત્રે તેમજ અન્‍ય ક્ષેત્રમાં નોકરી શોધનારાઓને ખાસ માર્ગદર્શન તેમજ નોકરી માટેની ઓફર પણ કરવામાં આવશે.

આવતીકાલે ૮મીના રવિવારે સાંજે ૫ વાગ્‍યાથી હેમુ ગઢવી હોલ ખાતે જોબ સેમીનાર યોજાશે. શ્રી શ્રી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ અને સેજ  ફાઉન્‍ડેશન તેમજ બોલબાલા ટ્રસ્‍ટના સહયોગથી આયોજીત આ સેમીનારમાં બેન્‍કીંગ ક્ષેત્રમાં નોકરી શોધનારાઓને માર્ગદર્શન અપાશે. તેમજ ખાનગી બેન્‍કીંગ, એનબીએફસી ક્ષેત્રમાં શ્રેષ્‍ઠ નોકરીની તકો લાવવા માટે કૌશલ્‍ય વિકાસ કાર્યક્રમની ઓફર પણ કરવામાં આવશે.

બેન્‍કીંગ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં ટીએસસીએફએમ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. કોઈપણ સ્‍નાતક કે અંતિમ વર્ષ અભ્‍યાસ કરતો હોય તે વિદ્યાર્થી અરજી કરી શકે છે. આ કાર્યક્રમ આ મહિનાથી શરૂ થશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બિઝનેસ ઈંગ્‍લીશ અને ડિપ્‍લોમા ઈન રિલેશનશીપ મેનેજમેન્‍ટ માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જેથી જોબ મળવાની ૯૦% ખાતરી મળશે તેમ આગેવાનોએ જણાવ્‍યુ છે.

આ સેમીનાર વિનામૂલ્‍યે છે. વિદ્યાર્થીઓ અને સ્‍નાતકોને આમંત્રણ અપાયુ છે. વધુ વિગત માટે મો. ૭૦૩૨૬૨૬૧૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉપરોકત તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી દિપક પંજાબી, શ્રી સુંદાના તિવારી, શ્રી જય બાબરીયા, શ્રી કુશલ મહેતા અને શ્રી કરણ વડેરા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:55 pm IST)