Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

"ક્લીન ઇન્ડિયા કેમ્પેઈન 2021": મુંજકા ખાતે જાહેર જનતાના કાઉન્સેલિંગ સાથે કચરો એકત્રીકરણ કરતા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને રમતવીરો

રાજકોટ :દેશવ્યાપી "ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન-૨૦૨૧" અંતર્ગત રાજકોટ શહેરની ભાગોળે આવેલા મુંજકા ખાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને રમતવીરોએ કચરાનું એકત્રિકરણ કર્યું હતું અને જાહેર જગ્યાએ કચરો ફેંકવા આવતા નાગરિકોને કાઉન્સેલિંગ કરીને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું.          

    રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમત ગમત કચેરી તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને નહેરુ યુવા કેન્દ્ર, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવેલ આ સફાઈ અભિયાનમાં ભારત સરકારના મિનિષ્ટ્રી ઓફ યુથ અફેર્સ & સ્પોર્ટસના અધિકારીઓ પણ જોડાયા હતા.  "આઝાદી કા અમૃત મહોત્સવ" અન્વયે યોજાયેલા આ કાર્યક્રમમાં મુંજકા ખાતે આવેલી નદી પરના પુલની આજુબાજુના વિસ્તારમાંથી તમામ પ્રકારનો ઘન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.  નદીમાં કચરાનું વિસર્જન કરતા પુંજાભાઈ મકવાણા નામના સ્થાનિક નાગરિકને અધિકારીઓએ પાણીના કુદરતી સ્રોતમાં કચરો ન ફેંકવા સમજાવ્યા હતા, જે બદલ પુંજાભાઇએ દિલગીરી વ્યક્ત કરી હવેથી આવું ન કરવા અધિકારીઓને ખાતરી આપી હતી.
    વહેલી સવારથી આરંભાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૫૦થી વધુ રમતવીરો અને તેમના પ્રશિક્ષકો  સામેલ થયા હતા. અને રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં તેમનું પ્રશસ્ય યોગદાન આપ્યું હતું.
  આ કાર્યક્રમ અંતર્ગત  નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી સચિન પાલ, રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા, રમત-ગમત અધિકારી વી.પી.જાડેજા અને પી.આર.પાંડાવદરા, તથા વિવિધ રમત ગમતના કોચ તથા ટ્રેનર સર્વ હર્ષિલ સોની, બાબાવાલા ક્રિશ્ના, પી. આનંદ, હેમાંગિની ગોર, મનસુખ સાબલિયા, અશ્વિન સરવૈયા, અનિલ ડાભી, કિશન ચૌહાણ, કનૈયા સંજય, મિલન ચૌહાણ, મોહિલ સોલંકી, ચોલેરા જીત, જાડેજા હરદીપસિંહ, ઈશિતા પરમાર, જાદવ ભક્તિ, ભૂરિયા રતન, ભેસાણીયા ગાયત્રી, ગોહિલ દિલીપ, ગોહિલ નિલેશ, પ્રણવ જોશી,  ઝાલા મયુરધ્વજ સિંહ વગેરેએ મુંજકા ગામની નદી આજુ બાજુમાં  રહેલા સિંગલ  યુઝ   પ્લાસ્ટીકનું એકત્રીકરણ  આ કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી હતી.

(11:25 am IST)