Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રાજકોટ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ એન્ડ મોનીટરીંગ કમીટીની ૧૧મીએ બેઠક

સાંસદ મોહનભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં

રાજકોટ :  ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામિણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રચાયેલ ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમીટી(દિશા)ની રાજકોટ જિલ્લાની બેઠક સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં આગામી તા.૧૧મી જુનના રોજ સવારે ૧૦ કલાકે કલેકટર કચેરીના મીટીંગ હોલમાં યોજાશે. આ બેઠકમાં કમીટીના સદસ્યશ્રીઓ અને સબંધીત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહેવા સભ્યસચિવશ્રી (દિશા) કમીટી અને કલેકટર શ્રી રેમ્યામોહનની યાદીમાં જણાવાયું છે.

(3:06 pm IST)