Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રાજકોટ એરપોર્ટ પર ઇ-ટીકીટ વીન્ડોમાં સવારે આગ ભભૂકી

રાજકોટઃ રાજકોટના એરપોર્ટ પર આજે સવારે ૮ વાગ્યે એરપોર્ટ ઓથોરીટીની ઇ-ટીકીટ વીન્ડોની બહારની બાજુએ શોર્ટ સરકીટને કારણે આગ ભભૂકતા દોડધામ થઇ પડી હતી, જો કે, મેજર કોઇ પ્રોબ્લેમ થયો ન હતો, એરપોર્ટના ફાયરબ્રિગેડ સ્ટાફે તુર્ત જ દોડી જઇ આગને કાબૂમાં લઇ લીધી હતી, ડીટેકટરને કારણે તુર્ત જ જાણકારી મળી ગઇ હતી, બહુ મોટુ નુકશાન નહિ થયાનું પણ ટેબલ-ખુરશીને આગે લપેટમાં લઇ લીધાનું સૂત્રો ઉમેરી રહયા છે. તસ્વીરમાં આગ બુઝાવતા ફાયર- CISFના જવાનો જણાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:10 pm IST)