Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

RTE હેઠળ તુરત પ્રવેશ કાર્ય ચાલુ કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવતુ NSUI

રાજકોટઃ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ સરકારે હજુ આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા હજુ હાથ ધરી નથી. કેન્દ્રની ભૂતપૂર્વ યુપીએ સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે આરટીઈ મૂળભૂત અધિકાર શિક્ષણનો કાયદો લાવવામાં આવ્યો છે. અનેક વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવામાં વંચીત છે ત્યારે એનએસયુઆઈએ આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી આરટીઈમાં પ્રવેશ ચાલુ કરવા માંગ કરી છે તે સમયની તસ્વીર. એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, પૂષ્પરાજસિંહ જાડેજા, દર્શ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી માધવ આહિર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોહીત રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ રાણા, આર્યન કનેરીયા, કેવલ પાંભર, રવિરાજસિંહ જાડેજા, ધવલ રાઠોડ, ભવ્ય રાઠોડ, ભવ્ય પટેલ, મંત્રી વિશ્વજીતસિંહ જાડેજા, મીલન વિશપરા નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:18 pm IST)