Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કોરોના કાળમાં રાજ્ય સરકારના નિર્ણયથી

શહેરની ૨૫૦થી વધુ હોટલ - રેસ્ટોરાંને મિલ્કત વેરામાંથી મુકિત : મ.ન.પા. ૩ કરોડ માફ કરશે

સરકારે નિયત કરેલા કરદાતાઓને પ્રોપર્ટી ટેકસમાંથી મુકિત આપવા સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત થશે

રાજકોટ તા. ૯ : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણય બાદ શહેરમાં આવેલી હોટલો, રેસ્ટોરાં અને રીસોર્ટ મળીને અંદાજે કુલ ૨૦૫થી વધુ મિલકતોને વર્ષ ૨૦૨૧-રરના મિલકત વેરામાંથી મુકિત મળશે અને તે મિલકતોનો અંદાજે રૂ. ૩ કરોડથી વધુનો મિલકત વેરો કોર્પોરેશન માફ કરશે. ચાલુ વર્ષના મિલકત વેરામાંથી મુકિત આપવા માટે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ થશે. દરખાસ્ત રજૂ કરશે.

કોરોનાકાળ દરમિયાન ધંધા-રોજગાર પર માઠી અસર પડી હતી. જેને ધ્યાને રાખીને રાજયના મુખ્યમંત્રીએ હોટલ, રેસ્ટોરાં, રિસોર્ટ અને વોટર પાર્કને વર્ષ ર૦ર૧-રરના મિલકત વેરામાંથી મુકિત આપવાનો નિર્ણય લીધો હતો. એક અંદાજ મુજબ શહેરમાં ૨૦૫ જેટલી હોટલ, રેસ્ટોરાં અને રીસોર્ટ છે. જેમનો વર્ષ ૨૦૨૧-રરનો મિલકત વેરો અંદાજે રૂ. ૩ કરોડની આસપાસ થાય છે. સરકારમાંથી લેખિત આદેશ આવ્યા પછી કોર્પોરેશન આ મિલકતોની માહિતી એકત્રીત કરશે. જેમાં આ મિલકતોનો આંકડો વધી પણ શકે છે. માહિતી એકત્રિત કર્યા બાદ કોર્પોરેશન સરકારના ઠરાવ મુજબ કામગીરી કરવા વહિવટી તંત્ર દ્વારા એક દરખાસ્ત તૈયાર કરીને મ્યુનિ. કમિશનરની ભલામણથી સ્ટેન્ડીંગ કમિટિમાં રજૂ કરાશે. જયાંથી મંજૂરી મળ્યા બાદ સમગ્ર સભામાં અંતિમ મંજૂરી માટે મૂકાશે.

(4:06 pm IST)